Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

નડિયાદના ચકલાસી નજીક કિશોરીને ધમકાવી વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

નડિયાદ: તાલુકાના ચકલાસી તાબે ભગાપુરા ગીડ પાસેથી એક કિશોરીને જો તુ મારી સાથે સબંધ નહી રાખુ તો તારા પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપી તેની સાથે જાતિય અત્યાચાર ગુજાર્યા બાદ તેના અશ્લીલ ફોટા પાડી બ્લેકમેલીંગ કરીને અવારનવાર તેની સાથે શારીરિક અત્યાચારનાર શખ્સને નડીઆદની સ્પે. પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે ભગાપુરા ગીડ પાસે રહેતાં કમલેશભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉં.૨૨) ને તેના વિસ્તારમાં રહેતી એક સાડા પંદર વર્ષીય કિશોરી મનમાં વસી ગઈ હતી. જેથી એક વર્ષ અગાઉ જો તુ મારી સાથે પ્રેમસંબંધ નહી બાંધુ તો તારા પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી ગભરાયેલી કિશોરી કમને પણ કમલેશ સાથે પ્રેમસબંધ રાખવા સહમત થઈ હતી.

(5:18 pm IST)