Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પંચમહાલના હાલોલમાં લગ્નના અઢી કલાકમાં છૂટાછેડાનો વિચિત્ર બનાવ: પત્નીએ પતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ચકચાર

પંચમહાલ:જિલ્લાના હાલોલ ખાતે લગ્નના ગણતરીના કલાકોમાં છૂટાછેડાનો એક કરૂણાજનક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. પતિએ સુહારાતે    પોર્ન ફિલ્મો બતાવીને પત્ની પાસે અપ્રાકૃતિક સેક્સની માગણી કરી હતી જે માગણી પત્નીએ નહી સંતોષતા મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો અને હવે પત્નીએ પતિ વિરૂધ્ધ હાલોલ પોલીસ સ્ટેશનમા બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

 પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં રહેતી અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતી એન્જિનિયર યુવતીના આઠ મહિના પહેલા હાલોલના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. આઠ મહિના પહેલા ધામધૂમથી એન્ગેજમેન્ટ પણ થયા હતા અને લગ્નમાં કોઈ ખર્ચો ના કરે એટલો ખર્ચો તો યુવકના પરિવાર દ્વારા એન્ગેજમેન્ટમાં કરવામાં આવ્યો હતો.

(5:16 pm IST)