Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સુરતના સલાબતપુરામાં નશાની હાલતમાં ગોળી છૂટી જતા ઈજાગ્રસ્ત ખિસ્સાકાતરુની સારવાર બાદ ધરપકડ કરવામાં આવી

સુરત: શહેરના સલાબતપુરા આંબાવાડી કાલીપુલ ખાતે રહેતો ખિસ્સાકાતરૃ યુવાન ઇમરાન ઉર્ફે સોનુ સલીમ શેખ (..28) ગત 23 ઓક્ટોબર 2019 ની રાત્રે દારૃના નશામાં ધૂત થઇ નજીકમાં આવેલી એક બંધ મિલમાં પહોંચ્યો હતો. ત્યાં તે પોતાની ગેરકાયદેસર દેશી પિસ્તોલ ચેક કરતો હતો ત્યારે અકસ્માતે પિસ્તોલનું ટ્રિગર દબાઈ જતાં ગોળી છૂટી તેના પગમાં વાગી હતી. ઇમરાનને થાપામાં ઈજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો?. બનાવ અંગે સલાબતપુરા પોલીસને જાણ થતાં પોલીસે આર્મ્સ એક્ટપ્રોહિબિશન એક્ટ હેઠળ ઇમરાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થાપામાં ઈજા થઇ હોય લાંબી સારવાર બાદ બે દિવસ અગાઉ તેને રજા આપતા સલાબતપુરા પોલીસે ગતરોજ તેની ધરપકડ કરી હતી. ઇમરાનની છાપ ટપોરી તરીકેની છે. આથી પોલીસ તે પણ તપાસ કરી રહી છે કે તેની પાસે પિસ્તોલ ક્યાંથી આવી અને શું કામ લાવ્યોવધુ તપાસ સલાબતપુરા પોલીસ કરી રહી છે.

(5:14 pm IST)