Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમદાવાદ: કન્સ્ટ્રક્શન કંપનીના એન્જીનીયરની 28 હજારની લાંચ લેવાના પ્રકરણમાં રંગે હાથે ધરપકડ

વડોદરા:અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીના સિવિલ એન્જિનિયરને લેબર લાયસન્સ ઇશ્યૂ કરવા માટે ૨૮ હજારની લાંચ લેતા ઝડપાયેલા લેબર કમિશનર કચેરીના સ્ટેનોગ્રાફરની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

અંગેની વિગત એવી છે કે, અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીના સિવિલ એન્જિનિયર ને લેબર લાયસન્સ ઇશ્યૂ કરી આપવા માટે ૨૮ હજારની લાંચ વડોદરા લેબર કમિશનર કચેરીના સ્ટેનોગ્રાફર વડાશેરી કુમારને સુરેશ (રહે. તપોવન ટેનામેન્ટ ગોત્રી  રોડમૂળ રહે. કેરલા) લીધી હતી

જે ગુનામાં જેલવાસ ભોગવતા સ્ટેનોગ્રાફરે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી. કે. સ્ટેનોગ્રાફરે મારા તથા મારા સાહેબ અને સ્ટાફના બીજા કર્મચારીઓના નામે ફરિયાદી પાસે  રૃપિયાની માંગણી કરી હતી. અગાઉ કેટલા અરજદારો પાસેથી કેટલા રૃપિયાની માંગણી કરી હતી? તેની તપાસ બાકી છે. સ્ટેનોગ્રાફર અને તેના પત્નીના નામા લોકરની ઝડતી દરમિયાન ૧૭.૭૪ લાખના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે પરંતુ, તે બાબતે અરજદાર યોગ્ય જવાબ આપતો નથી. આરોપી રાજ્ય બહારનો હોય જામીન મળ્યા પછી વતનમાં ભાગી જાય તેવી શક્યતા છે. તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે. ઘણા સાક્ષીઓના નિવેદનો લઇ પુરાવા એકત્રિત કરવાના બાકી છે. જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો સાક્ષી અને પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે. ભ્રષ્ટાચારીઓને યોગ્ય મેસેજ મળે તેમજ ઇજારદારોને પ્રેરક બળ મળે તે માટે આરોપીની જામીન અરજી નામંજુર કરવા વિનંતી છે.

(5:13 pm IST)