Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

આણંદના ઔધોગિક કેન્દ્રના મેનેજરનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી વસૂલનાર બે શખ્સને પોલીસે ઝડપી પાડયા

વડોદરા: જિલ્લા ઔધોગિક કેન્દ્રમાં ફરજ બજાવી ચાર મહિના પહેલાં આણંદ જિલ્લા ઔધોગિક કેન્દ્રના મેનેજર તરીકે મુકાયેલા અધિકારીને વીડિઓ વાઇરલ કરવાની ધમકી આપીને રૃા.પાંચ લાખની ખંડણી વસૂલનાર બે  શખ્સને પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડયા હતા.

આણંદના સરકારી અધિકારી યજ્ઞોશ પાવાગઢીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા. લીએ મને જેએસકે..નો મેસેજ આવતાં મેં મેસેજ કરનારની ઓળખ માંગી હતી.ત્યારબાદ બીજા દિવસે તેણે ગુડ મોર્નિંગના મેસેજ મોકલતાં  મેં તેને સામેથી  ફોન કર્યો હતો.પરંતુ ફોન નો રિપ્લાય થયો હતો. આખરે તા.૮મીએ નટુભાઇ સર્કલ પાસે મુલાકાત થઇ હતી.સાંજે વાગે રૃપિયાનો વાયદો કરી ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા પોલીસે કોલાબરા કોલ સેન્ટર ખાતે છટકું ગોઠવી લાલ રંગની ડસ્ટર કાર લઇ આવેલા () અમિત અશ્વિનભાઇ પટેલ (રહે.બારોટ ફળિયું,પોર,જિ.વડોદરા) અને તેના સાગરીત () જિગર જનકભાઇ બારોટ (રહે.ગોકુલનગર,ગોત્રી)ની ધરપકડ કરી હતી.

(5:11 pm IST)