Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમદાવાદ: ગુજરાતમાં શહેરો કરતા ગામડાઓમાં બાળમૃત્યુ દરનું પ્રમાણ વધ્યું: સામુહિક આરોગ્ય કેન્દ્રની હાલત દયનિય બની

અમદાવાદ: શહેરમાં બાળમૃત્યુના મામલે રાજસ્થાન બાદ  ગુજરાત સરકાર પરવિવાદમાં ભેરવાઇ છે.અમદાવાદ અને રાજકોટ સિવિલમાં શિશુ મોતના ચોંકાવનારાં આંકડા જાહેર થતાં સરકાર દોડતી થઇ છે. તરફ, એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં શહેરોની સરખામણીમાં ગામડાઓમાં બાળમૃત્યુનો દર બમણો રહ્યો છે.એટલું નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મૃત્યુના મામલે ગુજરાત દેશભરમાં બીજા ક્રમે રહ્યું  છે. આંકડા સાબિત કરી રહ્યાં છેકે, ગામડાઓમાં સરકારી હોસ્પિટલો,સામૂહિક આરોગ્ય કેન્દ્રોની હાલત દયનીય છે જયાં તબીબી સુવિધાઓનો ભારોભાર અભાવ છે

નિષ્ણાતોના મતે, ગામડાઓમાં શિશુ મોતના માટે માતા-બાળકમાં કુપોષણ, હોસ્પિટલોમાં આરોગ્યની સુવિધાનો અભાવ,શિશુમાં ઝાડા-ઉલ્ટી,ઇન્ફેકશન,સ્વચ્છ પાણીનો અભાવ જવાબદાર કારણ ગણાય છે. ગામડાઓમાં સૌથી વધુ મૃત્યુ દર આસામમાં છે જયારે ગુજરાત બીજા ક્રમે રહ્યુ છે. ગુજરાત કરતાં  જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, બિહાર, તેલગાણા,રાજસ્થાનમાં  ગ્રામ્ય વિસ્તારમાં બાળ મૃત્યુનો દર ઓછો રહ્યો છે. આમ, છતાંય રાજ્ય આરોગ્ય વિભાગ એક રટણ રટી રહ્યું છેકે,અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમા ંબાળ મૃત્યુનો દર ઓછો રહયો છે.

(5:11 pm IST)