Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

રવિવારે અમદાવાદમાં લવ-કુશ (પાટીદાર) મહાસંમેલન

પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા ભાવાત્મક પર્વ ૮ અગ્રણીઓને પાટીદાર શિરોમણી એવોર્ડ મુખ્યમંત્રી - વિપક્ષી નેતા વગેરેની હાજરી સમાજ શિક્ષણ પુરૂષ :ગ્રંથનું લોકાર્પણ : હજારો પાટીદારો ઉમટશે, સમાજ ઉત્કર્ષનો ઉદેશ

રાજકોટ, તા. ૧૦ :. શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ-ગુજરાત દ્વારા ભાવાત્મક પર્વ લવકુશ મહાસંમેલન તા. ૨૨મીએ રવિવારે સવારે ૯ વાગ્યે ભાગવત્ વિદ્યાપીઠ, સોલા, એસ.જી. હાઈવે-અમદાવાદ ખાતે યોજાનાર છે. જેમાં ૨૫૦૦૦થી વધુ પાટીદારો ઉમટી પડવાની ધારણા છે. કાર્યક્રમમાં ૮ પાટીદાર મહાનુભાવોને પાટીદાર શિરોમણી એવોર્ડ આપવામાં આવશે.

પાટીદાર નેતા આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીને જણાવ્યા મુજબ કડવા અને લેઉવા પાટીદારોની એકતા વધારવા અને સંગઠન વધુ મજબુત કરવા ટ્રસ્ટ દ્વારા લવકુશ પાટીદાર મહાસંમેલન યોજાય રહ્યુ છે. જેમા સૌ પાટીદારોને ઉપસ્થિત રહેવા આમંત્રણ છે. લેઉવા કડવા પાટીદાર ભાઈ-ભાઈ છે. પાટીદાર સમાજના ઉત્કૃષ્ટ માટે અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર પાટીદારોના સન્માન માટે આ કાર્યક્રમ યોજાનાર છે. જેનુ ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે થશે. અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે. વિવિધ ક્ષેત્રે સફળ પાટીદાર આગેવાનો સર્વશ્રી કરશનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, મણીભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ગુણવંત શાહ, ડો. તેજશ પટેલ, મનુભાઈ પટેલ, ભીખુભાઈ એલ. પટેલ વિગેરેનું વિશિષ્ઠ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી વગેરે ઉપસ્થિત રહેશે. ભીખુભાઈના જીવનદર્શન અંગેના દળદાર પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

આયોજન માટે બાબુભાઈ કે. પટેલ, શંકરભાઈ પટેલ, હસમુખ આર. પટેલ, નીતિન આર. પટેલ, અજય બી. પટેલ, એન.કે. પટેલ, પંકજ એચ. પટેલ, કિરીટભાઈ બી. પટેલ, મીનેષ સી. પટેલ, હીરાભાઈ પટેલ વગેરેનો સહયોગ મળેલ છે.

(4:01 pm IST)