Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

CAA બિલ કોઇ જાતિને નુકશાન કારક નથીઃ CAA બિલથી લોકોને ફાયદો થશેઃ મુખ્યમંત્રી

ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસનું સત્ર મળી રહ્યું છે. સત્ર પહેલા સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, વિધાનસભામાં સીએએ બિલ રજૂ કરવામાં આવશે. બિલ આવવાથી લોકોને ફાયદો થશે અને કોંગ્રેસ બિલનો ખોટો વિરોધ કરી રહી છે. ગૃહની કાર્યવાહી દરમિયાન નાગરિકતા કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે.

તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUI  દ્યર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને સાણસામાં લેવાના પ્રયાસ કરશે. ગુજરાતમાં બાળકોના મોત મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. એક દિવસીય વિધાનસભાના સત્રને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિપક્ષ હવે ગુજરાત સરકારને આડે હાથે લઇ રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્રમાં બાળકોના મોતનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ હવે સરકારને દ્યેરવાની તૈયારીઓ કરી કરી છે.

આજે મળનારું એક દિવસીય સત્ર તોફાની બને તેવી શકયતા છે. નવા વર્ષે પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે ત્યારે તેની શરૂઆત રાજયપાલના સંબોધનથી થશે. આ ઉપરાંત ગૃહની કાર્યવાહી દરમિયાન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી આરક્ષણની મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે ૧૦ વર્ષ વધારવાની કામગીરી હાથ પર લેવાશે.

(1:03 pm IST)