Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

મગફળી ખરીદીની મુદત ૧૩ ફેબ્રુઆરી સુધી વધી : ખેડૂતોને ૭૦૭ કરોડ ચુકવાયા

ર,પ૬,૪ર૩ ખેડૂતોને મેસેજ મોકલાયા, આવેલા પૈકી ૧,૬ર,૯૮૪ પાસેથી ખરીદી

રાજકોટ, તા. ૧૦ :  રાજય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની મુદત વધારવા કરેલ માંગણી કેન્દ્ર સરકારે સ્વીકારી છે. ૧૩ ફેબ્રુઆરી સુધી ખરીદી કરવાની છુટ આપી છે. આ અંગે કેન્દ્રના કૃષિ વિભાગનો સતાવાર પત્ર રાજય સરકારને મળી ગયો છે. નવેમ્બરમાં ખરીદી શરૂ કર્યા બાદ વરસાદના કારણે પખવાડિયુ મોકુફ રાખવી પડેલ તેથી ૩૧ જાન્યઅુારીએ પુરી થતી મુદત વધારવા રાજયએ કેન્દ્રમાં દરખાસ્ત કરેલ તેને મંજુરી મળી છે.

ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ ૪,૭૧,૪૬૦ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ જેમાંથી ર,પ૬,૪ર૩ ખેડૂતોને બોલાવવા માટે એસ.એમ. એસ. કરાયેલ જેમાંથી પોણા બે લાખ જેટલા ખેડૂતો આવેલા તે પૈકી આજે સવાર સુધીમાં ૧,૬ર,૯૮૪ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે. કુલ ૧૭૧૪.૩ર કરોડની કિંમતની મગફળીની ખરીદી થઇ છે. જેમાંથી આજે સવાર સુધીમાં ૬૭૭૩૮ ખેડૂતોને રૂ. ૭૦૧.૯૧ કરોડ ચુકવાઇ ગયા છે.

(1:04 pm IST)