Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

એસીબી માત્ર કેસો કરીને સંતોષ માનતી નથીઃ આદુ ખાઇને પાછળ પડે છે

ઇડી-ઇન્કમ ટેકસ- રેવન્યુ વિભાગ સાથે સંકલન કરી આરોપીને છટકવા ન દેવા, પુરાવા સાથે ચેડા ન થાય તેમાટે આરોપીનું હેડ કવાર્ટર બદલવા અને સુપ્રિમ કોર્ટ સુધી જામીન ન મળે તેવું ફુલપ્રુફ આયોજન એસીબી દ્વારા થાય છેઃ એસીબી કાર્યપધ્ધતીહાલમાં આ પ્રકારની છે

રાજકોટ, તા, ૧૦: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો હેતુ ફકત નાના મોટા અધિકારીઓ કે સ્ટાફને લાંચના છટકામાં ઝડપી સંતોષ પામવા પુરતો જ મર્યાદિત નથી. પકડાયેલા  આરોપીઓને ઉપલી અદાલત સુધી જામીન ન મળે તે માટે કાયદાના તજજ્ઞોની મદદથી  કાનુની જંગ ખેલવા સાથે બેનામી સંપતી ધરાવતા અધિકારીઓની સંપતી બાબતે ઇડી, ઇન્કમટેકસ અને મહેસુલ વિભાગ સહીતના  સરકારના વિવિધ વિભાગોને જાણ કરી ભ્રષ્ટાચારીઓને પુરેપુરા સકંજામાં સીબીઆઇ સ્ટાઇલથી લેવાનો મુખ્ય હેતુ હોવાનું એસીબીવડા  કેશવકુમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુંહતું.

તેઓએ તાજેતરના જ એક બનાવ અંગે માહીતી આપતા જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કલાસ વન એવા ડેપ્યુટીસીટીએન્જીનીયર એકવ્યકિત પાસેથી મકાન અપાવી દેવા પાંચ લાખની માંગણીકરી હતી. ફરીયાદીએ અઢીલાખ આપી દીધા બાદ આરોપી મનોજકુમારસોલંકી દ્વારાવિશેષ૮ લાખની માંગણીકર્યા બાદ  તેઓનેછટકામાં ઝડપીલીધા બાદતેઓને સેસન્સકોર્ટમાંથીપણ જામીન ન મળે તેવોકાનુનીજંગ એસીબી દ્વારા ફેલાતા મજકુર આરોપી ડે.સીટી એન્જીનીયરના જામીન સેસન્સકોર્ટે નામંજુર કર્યા હતા.

તેઓએ વિશેષમાં જણાવેલ કે ગુજરાતના ંઇતિહાસમાં સર્વપ્રથમવખત સુરતના એક પોલીસ ઇન્સ્પેકટરે એક કરોડ રૂપીયાની લાંચ માંગી હતી. જો કે ત્યારબાદ સેટલમેન્ટ કરી ૩૦ લાખની લાંચની માંગણીકરી લાંચ સ્વિકારતા  ઝડપાઇ ગયેલા તેવા આ આરોપી  પોલીસ ઇન્સ્પેકટર પુરાવા સાથે ચેડા કરી ન શકે તે માટે તેનું હેડ કવાર્ટર સુરતમાં ન રહેવા દેવાની રજુઆત ડીજીપીશિવાનંદ ઝા સમક્ષ કરતા તેમનું હેડ કવાર્ટર ફેરવવામાં આવ્યું છે આમ એસીબી માત્ર કેસો કરીનેજ સંતોષ માનતું નથી.

(12:10 pm IST)