Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સુરત થી ગોવા અને હૈદ્રાબાદની ફલાઇટનું બૂકીંગ બંધ...

૧૩મીથી ર૮ માર્ચ સૂધી ગોવા ફલાઇટ નહી ઉડેઃ એરપોર્ટ ટર્મિનલ ટ્રાયલ સફળ...

સુરત તા.૧૦ : સુરત એરપોર્ટથી સુરત-હૈદ્રાબાદ અને સુરત-ગોવા ફલાઇટ બુકિંગ કોઇ કારણસર બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ટર્મિનલના કિલયરન્સ બાદ ટ્રાયલ-રનની એક પ્રક્રિયા પણ આજેપૂરી કરી દેવામાં આવી હતી.

ગોવા માટેની ફલાઇટનું બુકિંગ તા.૧૩ જાન્યુઆરીથી તા.ર૮ માર્ચસુધી દોઢ મહિનો બંધ રાખવામાં આવ્યું છે.હૈદ્રાબાદથી સુરતની ફલાઇટ જે બપોરે આવતી હતી અને સાંજે સુરતથી ઉપડીને રાત્રે હૈદ્રાબાદ પહોંચતી હતી, તે ફલાઇટનું બુકિંગ બંધ કરવામાં આવ્યું હોવાની માહિતી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટના ગ્રુપમાંથી મળી હતી.

દરમિયાન એરપોર્ટ પર ટર્મિનલ ટ્રાયલ રન સફળતા પૂર્વક પાર પડી હોવાની એરપોર્ટ ઓથોરીટીએ જાહેરાત કરી હતી. જેની ખૂબ જે આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી.

(11:24 am IST)