Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગુજરાતમાં પાંચ વર્ષમાં ગુન્હાખોરીના ગ્રાફનો જબરો વિકાસ!

ગૃહ વિભાગની નિષ્ફળતાના આંકડાઓ રજૂ કરી કોંગ્રેસનો આક્ષેપઃ અસામાજીકો બેફામ પ્રજાની સુરક્ષા સામે સવાલ : છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારનાં ૪૩૬પ બનાવઃ ગેંગ રેપની ૯૬ ઘટનાઃ બુટલેગરો, ભૂમાફીયા, ખનીજ ચોરો, વ્યાજખોરો બન્યા બેફામ

અમદાવાદ તા. ૧૦ :.. રાજયમાં દિનદહાડે લૂંટ, ખૂન, ધાડ, બળાત્કાર, એટીએમ ઉપાડી જવા, ફાયનાન્સ કંપની કે આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવા, જવેલર્સ ઉપર ફાયરીંગ કરીને લૂંટ કરવી, અપહરણ, બાળકો અને મહિલાઓ ગુમ થાય, અછોડા તોડવા, મૂર્તિઓની ચોરી જેવા ગુનાઓનો ગ્રાફ ઉંચકાઇ રહયો છે. તેમાંય છેલ્લા સાત દિવસમાં આવા ગુનાખોરીની સંખ્યામાં ઉછાળો આવતા રાજયની કથળી ગયેલી પરિસ્થિતિ અને માઝા મુકતી ગુનાખોરીને તથા ગૃહ વિભાગની નિષ્ફળતાને ઉજાગર કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૧૭૮ હત્યા એટલે કે દર બે મહિને ૧પ હત્યા, ૯૩ ધાડ, ૬૭૪ લૂંટ અને ૮૩૩ અપહરણની ઘટના બની છે એટલે કે દર મહિને ૪ ધાડ, ર૮ લૂંટ, ૪૬ ઘરફોડ, ૩પ અહરણની ઘટના બની છે જે પોલીસ તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે. સલામત અને શાંત રાજયની વાહવાહી લૂંટતા ભાજપના રાજમાં પાંચ વર્ષમાં ૪૩૬પ બળાત્કારની ઘટના નોંધાઇ છે જેમાં ર૪૦૮ સગીર વયની દિકરીઓ બળાત્કારની ભોગ બની.

ગુજરાતમાં અને પાંચ વર્ષમાં ખુનના ૧૪૦૯ ગુન્હાઓ નોંધાયા છે. ૧૭૮ હત્યાઓ થઇ છે. રાજયમાં આર્થિક ગુન્હાખોરી આસમાને, છેલ્લા ૧પ વર્ષમાં પોંજી સ્કીમમાં ગરીબ-સામાન્ય-મધ્ય વર્ગના પરિવારોએ ૧ લાખ કરોડ ગુમાવ્યા છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર જનતાની સુરક્ષા અંગે મોટી મોટી જાહેરાતો કરે છે. અને બીજી બાજુ ભાજપ શાસનમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય, દારૂ જૂગારના અડ્ડાઓ ધમધમે, ગેરકાયદેસર નશાનો જથ્થો ઠલવાતો હોય અને અસામાજીક તત્વો, વ્યાજખોરો અને બુટલેગરો, ભૂમાફીયાઓ, ખનીજ ચોરી માફીયાઓ જે રીતે બેફામ બન્યા છે ત્યારે કેવી રીતે ગુજરાતના નાગરીકને સુરક્ષા મળશે. ? જેનો જવાબ ગાંધી - સરદારના ગુજરાતમાં નાગરીકો જાણવા માંગે છે.

૩૧-૭-ર૦૧૮ ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં સામુહિક બળાત્કારના બનાવોની વિગત

વર્ષ

બનાવોની સંખ્યા

વર્ષ

બનાવોની સંખ્યા

ર૦૧૩

૧૪૭પ૩

ર૦૧૩-૧૪

ર૩

ર૦૧૪

૧પ૮પ૩

ર૦૧૪-૧પ

ર૧

ર૦૧પ

૧૬૯૧૧

ર૦૧પ-૧૬

૧૧

ર૦૧૬

૧૭૯રર

ર૦૧૬-૧૭

ર૦

ર૦૧૭

૧૮૯ર૬

ર૦૧૭-૧૮

ર૧

(11:23 am IST)