Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગૃહની અંદર-બહાર નાગરિકતા સંશોધન કાયદા સામે કોંગીનો ઉગ્ર વિરોધઃ બેનર લઈ જવાતા રોકાતા માથાકુટ

સરકાર દેશમાં ભાગલા પડાવવા માંગે છે, પાયાના પ્રશ્નો તરફ ધ્યાન આપોઃ શૈલેષ પરમાર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૦ :. આજે વિધાનસભા ખાતે ગૃહની શરૂઆત પહેલા વિધાનસભા સંકુલમાં પ્રવેશ કરતા કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાને સાર્જન્ટે અટકાવતા ખૂબ નારાજ થયા હતા.

આ ધારાસભ્યને અટકાવ્યા ત્યારે કોંગ્રેસના શૈલેષ પરમારે સાર્જન્ટને જણાવ્યુ કે બેનર લઈને આવવુ તે ધારાસભ્યોનો હક છે, તેને તમે અટકાવી શકો નહિ, હા ગૃહમાં અંદર તેનો ઉપયોગ થાય તો અધ્યક્ષ જે સજા કરે ત્યારે તેને લાગુ પડે છે.

સરકાર બહુમાનના જોરે કાયદો લાવવા માંગે છે તેનો અમે લોકશાહી પ્રમાણે વિરોધ કરીએ છીએ. વડાપ્રધાન અને ગૃહપ્રધાનમાં જો દેશના નાગરીકો પર લાગણી હોય તો આ કાયદો રદ કરવો જોઈએ અને દેશમાં ભાગલા પડતા અટકાવવા જોઈએ.

આજે વિધાનસભા ખાતે વિપક્ષના સિનીયર ધારાસભ્ય શ્રી શૈલેષ પરમારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે ઓબીસી, એસટી-એસટી કાયદો આગામી તા. ૨૫-૧-૨૦૨૦ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે તે મુદ્દાને અમે સમર્થન આપીએ છીએ અને આપવાના છીએ.

ભારત સરકારને દેશના નાગરિકો અને દેશના ફુલ જેવા વાતાવરણને જાળવી રાખવુ જોઈએ તેના બદલે ભાજપ સરકાર દેશમાં ભાગલા પડાવવા માંગ છે. એક તરફ બેરોજગારો અને ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેની કાળજી લેવી જોઈએ નહિ કે ખોટા બણગા ફુંકવા જોઈએ.

સી.એ.એ.નો મુદ્દો પ્રજાને બેગ કરવા માગે છે. મને ભાજપની નિતિ અને નિતિભંગ જેવી બામણી હોય તો આ કાયદો કરવો જોઈએ.

(3:57 pm IST)