Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીમાં કોરા માટલામાં ભરેલા પાણીથી માઘ સ્નાન કરતા

મેમનગર ગુરુકુલના ૪૫૦ વિદ્યાર્થીઓ-સંતો માઘ સ્નાન કરવાથી ખડતલપણુ, સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે.

અમદાવાદ તા. 10, પોષશુદ પુનમ થી મહાશુદ પુનમ (તા૧૦--૨૦૨૦) ગુરુવારથી (તા.--૨૦૨૦ રવિવાર) એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે કોરા માટલામાં ભરેલા ઠંડા પાણીથી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે.

   પદ્મપુરાણ તથા સત્સંગીજીવન વગેરે શાસ્ત્રોમાં માઘ સ્નાનનો મહિમા વર્ણવ્યો છે. માઘ સ્નાન કરવાથી ગમે તેવા પાપ બળી જાય છે. તે કરતાંય માઘ સ્નાન કરવાથી ખડતલપણુ, સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો કેળવાય છે.

તીર્થરાજ પ્રયાગરાજ, નૈમિષારણ્ય, હરિદ્વાર વગેરે તીર્થોમાં ભાવિકો માઘ સ્નાન કરતા હોય છે.

   સમુદ્ર, નદી કે તળાવ નજીકમાં ન હોય તો કુંભારને ત્યાંથી કોરા માટલા લાવી, સાંજના સમયે તેમાં પાણી ભરી, ખુલ્લામાં મૂકી વહેલી સવારે તે ઠંડા પાણીથી સ્નાન કરવું તેને માઘ સ્નાન કહેવાય છે

માધ સ્નાન બાદ ભીને કપડે ઠાકોરજીની મૂ્ર્તિને, શ્રદ્ધા પ્રમાણે દંડવત -- પ્રદક્ષિણા કરવાની હોય છે.

    માઘ સ્નાનમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ  ગુરુુકુલના ૪૫૦ વિદ્યાર્થીઓ તથા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અ્ભ્યાસ કરતા ૧૪૫ ઋષિકુમારો અને સંતો જોડાયા છે. માઘ સ્નાનમાં વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ હોંશે હોંશે જોડાતા હોય છે.

(11:05 am IST)