Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગણદેવીના કછોલીમાં લગ્ન વગર મંગેતર સાથે રહેતી મહિલાનું બાળકીને જન્મ આપ્યા બાદ મોત :બીબની બેદરકારીનો આરોપ

સગાઇ બાદ બે વર્ષથી મંગેતર સાથે રહેતી મહિલાને ડિલિવરી બાદ બ્લીડીંગ શરૂ થતા નવસારી અને સુરત પણ સારવાર માટે ખસેડાઇ હતી : અમલસાડ હોસ્પિટલના ડોકટરો સામે આક્ષેપ

સુરત : ગણદેવીના કછોલીમાં લગ્ન વગર સગાઇ થયા બાદ છેલ્લા બે વર્ષથી મંગેતર સાથે રહેતી મહિલાને અમલસાડની સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ બ્લિડિંગ શરૂ થયા બાદ સારવાર અર્થે સુરત લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહિલાના મોત મામલે અમલસાડ હોસ્પિટલના ડોકટરોની  બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

 અમલસાડની સરકારી હોસ્પિટલમાં ગણદેવીના કછોલી ગામના ડુંગરી ફળિયામાં રહેતી પ્રિયંકા ધર્મેશ હળપતિની સગાઇ કરી હતી. અને તે પોતાના મંગેતર સાથે છેલ્લા બે વર્ષથી રહેતી હતી. અને આ બે વર્ષ દરમિયાન મહિલા ગર્ભવતી થઇ હતી. અને મહિલાને બુધવારના રોજ પ્રસુતિની પીડા ઉપાડતા તેને અમલસાડની સરકારી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો. જોકે તબીબોએ દવા આપી રવાના કરી દીધા હતા.

   આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કે તેઓ સિઝેરીયન ડિલિવરી માટે સંમત હતા. પરંતુ પણ એમ ન કરતાં બુધવારે ફરી પ્રસુતિની પીડા ઉપડતાં પ્રયિંકાને અમલસાડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં બે કલાક બાદ પ્રસુતિ થઈ અને ત્યારબાદ બ્લડીંગ શરૂ થઈ જતાં ગંભીર હાલતમાં પ્રિયંકાને તાત્કાલિક નવસારી અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરત સિવિલમાં  સર્જરી પણ કરાઈ હતી. મહિલાના મોત મામલે અમલસાડ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે પરિવારના આક્ષેપ બાદ પોલીસે મૃતકના પીએમથી લઈને મોતનું કારણ જાણવા સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે.

 

(11:02 pm IST)