Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વડોદરાની એમ.એસ,યુનિ, કેમ્પસમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ એક વિદ્યાર્થિની સહિત ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા

સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં દારૂની મહેફિલ કરીને જન્મદિવસની પાર્ટી માણતા હતા

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં દારૂની મેહફિલ ખુલ્લેઆમ માણતા એક વિદ્યાર્થિની સહિત બે વિદ્યાર્થીઓને યુનિ વિજલન્સે ઝડપી પાડી સયાજીગંજ પોલીસને સોંપ્યા છે.

એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનાં માઈક્રો બાયોલોજી વિભાગ પાસે પાર્કિંગમાં કેટલાક વિદ્યાર્થીઓ મળીને મિત્રનાં જન્મદનની પાર્ટી કરી રહ્યાં હતાં. ત્યારનાં સીસીટીવી ફૂટેજ પર નજર રાખી મોનેટરીંગ કરી રહેલા વિજલન્સનાં કર્મચારીને શંકા ગઈ હતી કે પાર્કિંગમાં વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી કરી રહ્યાં છે.
     આ માહિતી વિજલન્સની મુખ્ય ઓફિસ પર આપવામાં આવતા વિજલન્સ જવાનોએ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની મેહફિલ માણતા એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીઓને દારૂ પીતા રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. વીજલન્સનાં જવાનોએ વિદ્યાર્થીઓ પાસેની બેગની ચકાસણી કરતા બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની મેહફિલ માણતા ઉમેશ ખમ્ભાડ , ભોમીક પટેલ અને દ્રષ્ટિ ભટ્ટને યુનિ. વિજલન્સનાં જવાનોએ સયાજીગંજ પોલીસને સોંપી દીધા હતા. જે બાદ આ ત્રણ વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે ત્રણેવ વિદ્યાર્થીઓ સામે પ્રોહિબિશન કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

(11:09 pm IST)