Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

NIA ના નામે રોફ જમાવવો ભારે પડ્યો : ACP બનીને ફરિયાદ કરનાર નાસીરખાનનું કોર્ટે આઈડી કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો : બે શખ્શોની ધરપકડ

નકલી અધિકારી બનીને એબ આરોપીઓને છરી બતાવી માર માર્યો અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી : કોર્ટમાં આમનો સામનો થતા કોર્ટે ફરિયાદીનું આઈડી માંગ્યું

અમદાવાદ : નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના નામે રોફ જમાવવો એક યુવકને ભારે પડ્યો છે. અધિકારીના નામે રોફ જમાવી ફરિયાદ નોંધાવ્યા બાદ સત્ય બહાર આવતા ફરિયાદી ખુદ આરોપી બનતા આ અંગે ખોખરા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો હતો. અને ફરિયાદી અને NIAના અધિકારીની ઓળખ આપનાર યુવકની જ ધરપકડ કરી હતી. જોકે આરોપીની મદદગારી કરનારને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે

 . ખોખરા પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપી  (ટકલુ) નાશીરખાન પઠાણ ઉર્ફે અમિત આર્યા છે. જે નાશીર ખાને બે દિવસ પહેલા ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પોતે NIA એટલે કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના ACP છે તેમજ  ખોખરાના બે આરોપીએ તેમને છરી બતાવી માર માર્યો છે. જે અંગે તપાસ કરી પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ જ્યારે ફરિયાદી અને આરોપી બન્ને કોર્ટમાં પહોંચ્યા ત્યાં હકિકત સામે આવી કે. અમિત આર્યા એટલે કે નાશીરખાન પઠાણ પાસે કોર્ટે એનઆઈએનું આઈડી કાર્ડ માંગ્યુ પરંતુ તે ન આપી શકતા, ખોખરા પોલીસે ફરિયાદી વિરુધ્ધ તપાસ હાથ ધરી ગુનો નોંધ્યો અને ધરપકડ કરી હતી. પરંતુ NIAના નકલી અધીકારી બનવામાં મદદ કરનાર અન્ય એક આરોપી ગુલરેજ આલમ સૈયદની પણ ધરપકડ કરવામાં આવી હતી

   બે દિવસ પહેલા જ્યારે NIA અધિકારી પોતાની ફરિયાદ લઈને ખોખરા પોલિસ મથક પહોંચ્યા હતા, ત્યારે તેનો રૂઆબ કઈંક અલગ હતો, અને પીઆઈને પણ પોતાના હોદ્દાના નામે સલામ ભરાવી હતી. જો કે બે દિવસમાં જ ફરિયાદીમાંથી આરોપી બનેલા નાશીર પઠાણને પોલીસ હવે કાયદાની સલામ ભરાવી રહી છે

 

(10:55 pm IST)