Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

અમદાવાદમાં દારૂની હેરાફેરીની મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી : રામોલ પોલીસે લોડીંગ રીક્ષામાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપ્યો

રિક્ષાના ચોરખાનામાંથી 170 બોટલ દારૂ સાથે બે શખ્શો ધરપકડ

અમદાવાદ : રાજ્યમાં દારૂની હેરાફેરી કરતા લોકો અવનવા નુસખા અજમાવી રહ્યાં છે. ત્યારે દારૂની હેરાફેરીનો એક નવતર કીમિયો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી રામોલ પોલીસે એક નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપ્યું છે. જેમાં રામોલ પોલીસે બે શખ્સોને ઝડપી દારૂ ભરેલ લોડીંગ રીક્ષા સહીતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

  રામોલ પોલીસે તોસિફ કલાલ અને ઇનાયત જેસડીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંનેની રામોલ પોલીસે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. રામોલ પોલીસને બાતમી મળી કે, કડી તરફથી એક લોડિંગ રીક્ષામાં દારૂ ભરીને CTM તરફ લઈ જવાઈ રહ્યો છે. જે આધારે પોલીસે એક ટીમ વોચમાં ગોઠવી હતી અને શકમંદ લોડિંગ રિક્ષાને ઝડપી પાડી છે.

 પ્રથમ નજરે લોડિંગ રીક્ષા ખાલી જણાઈ આવી હતી, અને પોલીસને ખાલી હાથે પરત ફરવુ પડશે તેવુ લાગ્યું હતું. પણ જ્યારે લોડિંગ રિક્ષાની બોડી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે લોડિંગ રીક્ષા અંદર ચોર ખાના બનાવવામાં આવ્યા છે. જે ખોલીને જોતા અંદરથી 151 દારૂની બોટલ મળી આવી હતી. આ બોટલ અને લોડિંગ રીક્ષા સાથે પોલીસે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી છે. તો વધુ તપાસમાં દારૂ રાજસ્થાનથી કડી લાવ્યા બાદ કડીથી અલગ અલગ શહેરમાં મોકલતા હોવાનું ખૂલ્યું છે. જેની પણ રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે તેવું રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ દવેએ જણાવ્યું. હતું 

દારૂબંધી વચ્ચે અમદાવાદ પોલીસે દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ દારૂની હેરાફેરી કરતા લોકો પણ દારૂ હેરાફેરીને લઈને અવનવા નુસખા અજમાવી રહ્યાં છે. આવી જ રીતે રામોલ પોલીસે એક નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતું રેકેટ ઝડપ્યું છે. જેમાં રામોલ પોલીસે બે શખ્સોને ઝડપી દારૂ ભરેલ લોડીંગ રીક્ષા સહીતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

(10:26 pm IST)