Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ધાનેરામાં મગફળી ખરીદી મામલે ખેડૂતો વિફર્યા :ગેરરીતિના આક્ષેપ :ડીસા હાઇવે પર ચક્કાજામ :સરકાર વિરુદ્ધ સુત્રોચાર

ખરીદીમાં ગોલમાલ અને વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો આરોપ

ધાનેરામાં મગફળી ખરીદી મામલે ફરી ખેડૂતો રસ્તા પર આવ્યા છે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે ધાનેરા ડીસા હાઈવે ફરી બીજી વાર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા

 ખેડૂતોનો આક્ષેપ છે કે નોંધણી પ્રમાણે મગફળી ખરીદવાની જગ્યાએ વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અઠવાડિયા થી ખેડૂતો ધક્કા ખાય છે પરંતુ તેમની મગફળી ખરીદવામાં આવતી નથી.આજે આક્રમક બનેલા ખેડૂતો એ ફરી રસ્તા રોકી સરકાર સામે સૂત્રો ઉચ્ચાર કરી ખરીદી મા થતા ગોલમાલ ને લઇ ને સરકારી કર્મચારીઓ ને આડે હાથ લીધા હતા.

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમા થયેલ છે. જેથી ટેકાના ભાવે મગફળી નોંધણી માટે પણ પાંચ હજાર જેટલા ખેડૂતો એ નોંધણી કરાવી ટોકન નંબર મેળવ્યો હતો.શરૂઆત ના દિવસો મા નિયત કર્મ પ્રમાણે મગફળી ખરીદ કરાતી હતી જો કે છેલ્લા 15 દિવસ દરમિયાન ખરીદી મા ગોલમાલ કરી કર્મ પ્રમાણે ખરીદ ના કરતા વહેલા તે પહેલાં ના ધોરણે ખરીદી કરતા મામલો બગડ્યો છે.અને આજે એક સાથે 2 હાજર થી પણ વધારે ખેડૂતો પોતાન ટ્રેક્ટર લઇ આવતા આખા માર્ગ પર સતત 5 કિમિ સુધી લાઈનો લાગી હતી.

(10:48 pm IST)