Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વસોના પલાણામાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર શખ્સોને ગંભીર થતા સારવાર અર્થે ખસેડાયા

 વસો: તાલુકાના પલાણા ઈન્દીરા નગરીમાં રહેતા યાસીનભાઈ ઈસુબભાઈ વ્હોરા ગઈકાલે સવારે રીક્ષા નં. જીજે-૦૭ એટી -૫૬૦૨માં જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે નં.૮ ડભાણ ગુરૂકુળ નજીક પૂરઝડપે આવેલ આઈશર ટેમ્પાનં. જીજે-૦૧,સીએક્સ-૩૩૨૭ રીક્ષા પાછળ અથડાતા રીક્ષા પલટી ખાઈ હતી. જેથી રીક્ષામાં બેઠેલા યાસીનભાઈ વ્હોરા (ઉં.વ.૩૨)તેમજ અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી. 

જ્યારે અક્સ્માતનો બીજો બનાવ મહેમદાવાદ અકલાચા ચોકડી ઉપર સર્જાયો હતો. જેમાં પવિત્રભાઈ અવિનાશ વિશ્વાસ મોટર સાયકલ નં. જીજે-૦૭ સીસી-૩૭૯૮ ઉપર સંબંધીને બેસાડી જઈ રહ્યા હતા આ દરમિયાન પૂરઝડપે આવેલ લોડીંગ ટેમ્પી નં.જીજે-૦૭ એટી ૧૬૯૩એ મોટર સાયકલને ટક્કર મારતા બાઈક ચાલક પવિત્રભાઈ વિશ્વાસ તથા બાઈક પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી.

(5:31 pm IST)