Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સુરતમાં સ્કોટલેન્ડના પતંગબાજ દંપતીએ કમર પર દોરી બાંધી ડાન્સ કરતાં-કરતા પતંગ ચગાવ્યા

વિદેશી પતંગ બાજોને ગુજરાતીમાં હટો હટો બોલતાં સૌ આશ્ચર્ય ચકિત: સ્પર્ધામાં વિજેતા થવા નહીં પરંતુ આનંદ લૂંટવા માટે અહીં આવ્યા

સુરતના યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગ બાજોને ગુજરાતીમાં હટો હટો બોલતાં સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયાં હતા. 30 વર્ષથી પતંગ ચગાવતા સ્કોટલેન્ડના દંપતી પહેલી વાર જ ભારતના પતંગ મહોત્સવમાં આવ્યા હતા. તેમ છતાં પણ તેઓ કેટલાક શબ્દો ગુજરાતમાં બોલતાં હતા  વિશાળકાય પતંગને જાડી પ્લાસ્ટિકની દોરી વડે બાંધીને કમર સાથે દોરી લટકાવીને ડાન્સ કરતાં પતંગ ચગાવ્યા હતા

   આ દંપતી કહે છે, અમને સ્પર્ધામાં વિજેતા થવા નહીં પરંતુ અહી જે આનંદ મળે છે. તે લૂંટવા માટે અહીં આવ્યા છે. સુરતમાં પતંગ મહોત્સવમાં સ્કોટલેન્ડના ૫૪ વર્ષીય એન્ડ્રી મેથ્યુ અને ૫૭ વર્ષીય તેની પત્ની કેથલીન છેલ્લા ૩૦ વર્ષથી પ્રોફેશન પતંગ ચગાવી રહ્યાં છે.

  તેઓ કહે છે અત્યાર સુધીમાં તેઓ પંદરેક દેશમાં પતંગ મહોત્સવમાં પતંગ ચગાવવા ગયાં છે પરંતુ ભારતમાં પહેલી વાર જ આવ્યા છે. મારા પતિની ઘણા આગ્રહના કારણે હું અહી આવી છું. કમર પર દોરી બાંધી પતંગ ચગાવવા અંગેની વાત કરતાં તેઓ કહે છે પતંગનું વજન ઘણું છે અને પવન પણ વધુ હોવાથી તેને કંટ્રોલ કરવો મુશ્કેલ પડે છે તેથી દોરી કંમર પર બાંધી છે. આ ઉપરાંત તેઓ કહે છે, અમને મ્યુઝીક ખુબ જ ગમે છે તેથી અમે પતંગ ચગાવતા ચગાવા ડાન્સ કરીને આનંદ લુંટીએ છીએ.

  તેઓ પતંગ ચગાવતા ચગાવતા હટો હતો બુમ પાડતાં હતા. તે અંગે પુછતાં તેઓએ કહ્યું કે હાલ અમે અન્ય જ્ગ્યાએ પતંગ ચગાવવા ગયા હતા ત્યાં ભારતીય પતંગબાજો અને અન્ય લોકો આ શબ્દ બોલતાં હતા તેનો અર્થ બાજુએ ખસવાનું છે. તે જાણીને અમે આ શબ્દો વારંવાર બોલીએ છીએ. આવું બોલીએ છીએ એટલે લોકો પણ અમને ઉત્સાહ આપે છે એટલે વધુ અમને ગમે છે અને પતંગ ચગાવવામાં વધુ મઝા આવે છે.

(8:28 pm IST)