Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

15મી જાન્યુઆરીથી વિધાનસભાનું પ્રથમસત્ર ?

નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ અને નવા અધ્યક્ષની વરણી કરાશે

 

અમદાવાદ :કેબિનેટ બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર અને બજેટને લઈને ચર્ચા કરાઈ હતી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતું વિધાનસભાનુ પ્રથમસત્ર યોજવામાં આવશે સત્રમાં નવા ચુંટાયેલા ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ તેમજ ગૃહના નવા અધ્યક્ષની વરણી થશે

    નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતું કે આગામી મહિને વિધાનસભાની બજેટ સત્ર પણ યોજાશે. સરકારે બજેટની તૈયારીઓ શરુ કરી દીધી છે. રાજ્યના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવશે.

(12:02 am IST)