Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

સરકાર વાલીઓની પડખે -સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર :શાળા બંધને નિષ્ફ્ળ બનાવો ;શિક્ષણમંત્રીની વાલીઓને અપીલ

ફી અધિનિયમનો ઐતિહાસિક કાયદો લાવવા બદલ મુખ્યમંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ ;રાજ્યમાં બેફામ ફી વધારા મામલે અપાયેલ શાળા બંધના એલાનમાં નહિ જોડાવવા વાલીઓને અપીલ કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર વાલીઓના પડખે છે અને ફી મામલે સુપીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે ત્યારે શાળા બંધમાં જોડાઈને બાળકોનું શિક્ષણ બગાડવું જોઈએ નહીં

  રાજપથ કલબના પંડિત દિનદયાળ હોલમાં ફી અધિનિયમનો કાયદો લાવવા બદલ અમદાવાદ શિક્ષણ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,સરકાર વાલીઓના હિતમાં છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે.ત્યારે વાલીઓએ શાળાબંધ જેવા ઉગ્ર કાર્યક્રમોમાં જોડાઈને બાળકોનું શિક્ષણ બગાડવું જોઈએ નહીં.

 

 

(11:07 pm IST)