Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

અમદાવાદના નવા વાડજમાં કચરામાથી ખાલી બોટલો વીણીને બ્રાન્ડેડ સ્ટીકર લગાવીને મોંઘો દારૃ વેંચવાનો ભાંડો ફૂટયો : ૨ ની ધરપકડ

અમદાવાદ તા.૧૦ : રાજસ્થાનથી ઘુસાડાતા વિદેશી દારૂની ટ્રકોને પકડવા માટે પોલીસ બાજ નજર રાખીને બેઠાં છે તેવામાં બુટલેગરોએ હવે પોતાના અડ્ડા પર ડુિપ્લકેટ દારૂ બનાવવાનું શરૂ કરી દીધું છે. વ્હિસ્કીની પ્રીિમયમ અને મોંઘી બોટલોને કચરામાંથી વીણીને તેમાં સસ્તાે દારૂ અને એસન્સ ઉમેરીને ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ પોલીસે પકડી પાડતાં ખળભળાટ મચી ગઇ છે.

રાજસ્થાનથી હલકી ગુણવત્તાનો દારૂ સસ્તા દરે લાવીને તેમાં એસન્સ અને કેિમકલ ઉમેરી વ્હિસ્કીની પ્રીમિયમ અને મોંઘી બોટલોમાં ઉમેરીને વેચવામાં આવતો હતો. પોલીસે દારૂ બનાવનાર સહિત બે શખ્સની ધરપકડ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં છાનેછૂપી વેચાતી પ્રીિમયમ અને મોંઘી વ્હિસ્કી બોટલોની ગુણવત્તા પર પણ હવે સવાલ ઊભા થયા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં પણ આવું કૌભાંડ ચાલતું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

રાજસ્થાન બોર્ડર પરથી દારૂ ભરેલી ટ્રકો ગુજરાતમાં આવતી નથી તેમ છતાંય અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ દારૂ વેચાઇ રહ્યો હોવાથી પોલીસ અચરજમાં મુકાઇ હતી. આ મામલે પોલીસે તેમના બાતમીદારોને સક્રિય કર્યા હતા, જેમાં નવા વાડજ વિસ્તારની આનંદનગર સોસાયટી પાછળ જવાહરનગરના છાપરામાં દારૂમાં મિક્સિંગ કરીને એિકટવા પર ગ્રાહકોને પહોંચાડતા હોવાની બાતમી વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મળી હતી.

બાતમીના આધારે વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ સબઇન્સ્પેક્ટર એ. પી. પરમારે તેમની ટીમ સાથે એક કાચા મકાનમાં દરોડા પાડ્યા હતા. દરોડા પાડતાં પોલીસે શંકર ઉર્ફે શંકર મારવાડી તેલી અને બલવંતસિંહ કેસરસિંહ રાજપૂત (બન્ને રહે. સાંનિધ્ય ફ્લોરા, ન્યુ રાણીપ)ની ધરપકડ કરી હતી. પોલીસને ઘટનાસ્થળ પરથી હલકી ગુણવતાનો વિદેશી દારૂ, પ્રીમિયમ અને મોઘી વ્હિસ્કીની ખાલી બોટલો, મિક્સ ફ્રૂટનું એસન્સ, બોટલમાં શિફ્ટ કરવાના બૂચ તેમજ વિદેશી બ્રાન્ડના દારૂના સ્ટિકરો મળી આવ્યાં હતાં.

વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. રાઠવાએ જણાવ્યું છે કે બન્ને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી લકઝરી કે કોઇ પણ અન્ય વ્હિકલ મારફતે પાન-મસાલાના બોક્સમાં હલકી ગુણવત્તાનાે વિદેશી બ્રાન્ડનો દારૂ સસ્તા દરે લાવતા હતા જ્યારે બીજી તરફ આરોપીઓ તેમના સાગરીતો મારફતે કચરામાંથી વીણી તેમજ ભંગારનો ધંધો કરનાર વ્યકિત પાસે રૂપિયા આપીને ખાલી િવ્હસ્કીની પ્રીિમયમ અને મોંઘી બોટલો ખરીદીને લાવતા હતા.

હલકી ગુણવત્તાના દારૂમાં ફ્રૂટનું એસન્સ તેમજ કેિમકલ ઉમેરીને મોંઘી બોટલોમાં ભરતા હતા. ત્યારબાદ તે બોટલો સીલ કરતા હતા. બન્ને આરોપીઓ દારૂની બોટલ પર લેબલ લગાવીને તેની ઊંચા દરે હોમ ડિલિવરી કરતા હતા.

બન્ને આરોપીઓ વિરુદ્ધમાં પોલીસે બે ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ વેચવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે બીજો છેતરિપંડી અને કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ કોની પાસેથી વ્હિસ્કીની ખાલી બોટલો ખરીદતા હતા, વિદેશી બ્રાન્ડની દારૂના લેબલ ક્યાં છપાવતા હતા અને બોટલમાં શિફ્ટ કરવાના બૂચ ક્યાંથી લાવતા હતા તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો બીજી તરફ રાજસ્થાનના કયા બુટલેગર પાસેથી દારૂ લાવતા હતા તે મામલે પણ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સાણંદ પાસે એક ગેરેજમાં ડુિપ્લકેટ દારૂ બનાવવાનું તેમજ ઓઢવમાં કુખ્યાત બુટલેગર અશોક મારવાડીના કારખાનામાંથી ડુિપ્લકેટ દારૂ પકાવાનું કૌભાડ પકડાયું હતું.

(8:41 pm IST)