Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

પોતાના કોળી બાંધવોને ભોંઠા પાડયા કુંવરજી બાવળિયાએ

જસદણના કોંગ્રેસી વિધાનસભ્યે પરેશ ધાનાણીની વરણીને શિરોમાન્ય ગણાવીને જાહેર કર્યુ કે કોળી સમાજની આજની બેઠકમાં હું હાજરી આપીશ નહીં

મુંબઇ તા. ૧૦ :.. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસના કોળી સમાજના અગ્રણી વિધાનસભ્ય કુંવરજી બાવળીયાની પસંદગી નહીં કરવામાં આવતાં કોળી સમાજમાં નારાજગી છે અને આજે સમાજની બેઠક  મળવાની છે ત્યારે કુંવરજી બાવળીયાએ સમાજની લાગણી પર ઠંડું પાણી ફેરવી દેતાં કહ્યું છે કે, વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની વરણી મને શિરોમાન્ય છે.

જસદણના વિધાનસભ્ય કુંવરજી બાવળીયા વિપક્ષી નેતાપદના દાવેદાર હતાં. જો કે પક્ષે પરેશ ધાનાણીની પસંદગી કરતાં કોળી સમાજમાં નારાજગી ફેલાઇ હતી. આજે અમદાવાદમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળવાની છે જેમાં રાજકીય પક્ષો સમાજનો દુરૂપયોગ કરી હકથી વંચિત રાખે છે એ બાબતે મનોમંથન કરવાની છે, જેમાં કુંવરજી બાવળીયા અને પરષોતમ સોલંકીના મુદાઓની પણ ચર્ચા થવાની છે ત્યારે આ બેઠકમાં અખિલ ભારતીય  કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળીયા વિવાદથી દૂર રહેવા માટે બેઠકમાં હાજર નહીં રહે.

કુંવરજી બાવળીયાએ કહયું હતું કે 'વિપક્ષના નેતા માટે મેં દાવેદારી કરી હતી પણ હાઇ કમાન્ડે વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની વરણી કરવાનો નિર્ણય કર્યો છે એ શિોરમાન્ય છે. હું એ બાબતમાં વિવાદમાં પડવા નથી માગતો. જો કે કાર્યકરો અને સમાજની લાગણી હતી કે વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છો એની નોંધ લેવામાં નથી. આવી, જેના કારણે સમાજમાં નારાજગી છે. સમાજના પ્રશ્નો વિશે ૧૦ તારીખે અખિલ ભારતીય કોળી સમાજની મીટીંગ બોલાવી છે. પાંચ-છ રાજયોના અધ્યક્ષ આવવાના છે, પરંતુ હું આ મીટીંગમાં જવાનો નથી.' (પ-૮)

(12:32 pm IST)