Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાતમાં નીતીશકુમારની પાર્ટીનો ફિયાસ્કો : બાપુનગરના ઉમેદવારને મળ્યા માત્ર 30 મત:પઠાણે પાર્ટી પર ઠીકરું ફોડ્યું

તેમણે કહ્યું કે, વર્ષ 2009માં લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પર ચૂંટણી લડી હતી ત્યાં 5000 મત મળ્યા હતાં

 અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની બાપુનગર બેઠક પર નીતિશ કુમારની પાર્ટી JDUનો ઉમેદવાર પઠાણ ઈમ્તયાઝ ખાન સિદખાનને સોથી ઓછા મત 30 મળ્યા છે. પઠાણે આનો જવાબદાર કારણ તેમની પાર્ટીને ગણાવી છે અને કહ્યું કે, એમના પક્ષે એમનો પ્રચાર જ નથી કર્યો. તેમણે જણાવ્યું કે, મેં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હોત તો પણ મને વધુ વોટ મળત. તમણે કહ્યું કે, વર્ષ 2009માં લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠક પર ચૂંટણી લડી હતી ત્યાં 5000 મત મળ્યા હતાં. તેમણે જણાવ્યું કે, તે સમય અપક્ષ ઉમેગદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં.

તેમણે કહ્યું કે અહીં જેડીયું કોણ છે તે કોણ છે તે ક્યા કોઈ જાણે છે કોઈ  JDUને કોઈ ઓળખતું પણ નથી અને આ થવાનું જ હતું. તેમણે જણાવ્યું પાર્ટીએ 6 લોકોને ટિકિટ આપી હતી જેમાંથી બધા જ હારી ગયા છે. તમને જણાવી દઈએ કે, 182 બેઠક પર 1621 ઉમેદવારો રાજકીય મેદાને ઉતર્યા હતા જેમાંથી સૌથી ઓછા મત બાપુનગર બેઠકના જેડીયુના ઉમેદવાર પઠાણ ઈમ્તયાઝ ખાન સિદખાન મળ્યા છે.

(12:35 am IST)