Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

તિલકવાડાના કાટકોય ગામની યુવતીએ ઝેરી દવા  પી આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કા ગામની યુવતીને ઝેરી દવા પી મોત વ્હાલું કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર કિંજલબેન ગોવિંદભાઈ તડવી( ઉ.વ.૨૪)( રહે કાટકોય સરપંચ ફળીયુ તા.તિલકવાડા જિ.નર્મદા )નાઓ ગઈ તા.૦૪/૧૨/૨૦૨૨ રોજ પોતાના ઘરે ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર જનરલ હોસ્પીટલ રાજપીપલા ખાતે કરાવી વધુ સારવાર માટે તા.૦૫/૧૨/ ૨૦૨૨ ના એસ.એસ.જી.હોસ્પીટલ વડોદરા ખાતે લાવતા સારવાર દરમ્યાન તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ આઈ.સી. યુ.મા તેનું મોત થયા તિલકવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:36 pm IST)