Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

દત્તજ્યંતી નિમિત્તે રાજપીપલા નગરના ઇતિહાસમાં પ્રથમ વાર અતિરુદ્દ મહાયજ્ઞ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેવાધીદેવ મહાદેવ નો અતિરુદ્દ મહાયજ્ઞ તા. ૩ થી ૫ ડિસેમ્બર શ્રી વિદ્દેશ્ર્વર મહાદેવ દત્ત મંદિરના ૧૬૧માં વર્ષ પૂ. રંગઅવધૂત મહારાજ ની ૧૨૫ મી રંગ જ્યંતી તથા ૬૫ મી દત્તજ્યંતી ના પર્વ નિમિત્તે યોજાયો ભારત દેશ તથા ગુજરાતના આપણા આ જિલ્લાના નગરના સર્વેના આરોગ્ય સુખાકારી જાન કલ્યાણના સંકલ્પથી આ મહાયજ્ઞનું કાર્ય ખૂબ સારી સારી રીતે પૂર્ણ થયું આ અતિરુદ્ધ અહાયજ્ઞમાં વિવિધ ક્ષેત્રો થી ૧૫૧ જેટલા વિશ્વવદ વેદના બ્રાહ્મણો પધાર્યા અને નવકુંડ જેમાં દરેક કુંડની અલગ રચના અલગ ફળ હેત્ય છે તેમાં બ્રાહ્મણો થકી કુલ ૨૩૬૧૦૪૦ જેટલી આહુતિ આપવામાં આવી આ કાર્યમાં મોટી સંખ્યામાં યજમાનો નગરજનોએ તન મન ધનથી ખૂબ સહકાર આપ્યો હતો  આ કાર્યને સફળ બનાવવા મંદિરના મુખ્યા દત્તુભાઈ દવે ની સાથે વિરલભાઈ દવે, કૌશિકભાઈ,હાર્દિકભાઈ, જીવનદીપ ભાઈ,પ્રસાદ ભાઈ,આદિત્ય ભાઈ, મહર્ષિભાઈ ભાવેશ ભાઈ તથા રાજપીપળા નગરના બ્રાહ્મણો ભક્તોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને મહાદેવ ના અતિરુદ્ર મહાવટીના ધાર્મિક કાર્યને વિધિવત સફળ બનાવ્યો હતો.

(10:31 pm IST)