Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજ્ય સરકારના પૂર્વ સલાહકાર સાથે 3.26 લાખ રૂપિયાની છેતરપીંડી :5 આરોપીઓની ધરપકડ

પોલીસે છેતરપિંડીના આરોપી ધન્ના ખાન પાસેથી બેંકનું ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો

અમદાવાદ :ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સરકારના પૂર્વ સલાહકાર એર માર્શલ રવિન્દર કુમાર (નિવૃત્ત) સાથે રૂપિયા 3.26 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર સેલે છેતરપિંડીના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. એર માર્શલ કુમાર (નિવૃત્ત) સેક્ટર 31માં એરફોર્સ સ્ટેશન 12 વિંગમાં રોકાયા હતા.

પોલીસ મુજબ પકડાયેલા આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી 55 વર્ષના ધન્ના ખાન, બિહારના સિવાનના રહેવાસી 29 વર્ષના સોનુ કુમાર પાંડે, બિહારના સિવાનના રહેવાસી 26 વર્ષીય અનુજ કુમાર, ગોવિંદા કુમાર તરીકે થઈ છે. આ ઉપરાંત બિહારના ચંપારણના રહેવાસી અનૂપ કુમાર તિવારીનો સમાવેશ થાય છે.પકડાયેલા તમામ આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે એર માર્શલ કુમારે મોહાલીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો અને તે આ ઘર માટે PSPCL વીજળી મીટર રજીસ્ટર કરાવવા ઈચ્છતા હતા. આથી તેમણે ગુગલ પર હેલ્પલાઈન નંબર સર્ચ કર્યો અને PSPCLની સાઈટ પર હેલ્પલાઈન નંબર પર કોલ કર્યો.

પોલીસે જણાવ્યું કે PSPCLની સાઈટ પર હેલ્પલાઈન નંબર પર કોલ કરતા અમિત કુમારે તેમની સાથે વાત કરી અને ફરિયાદીને 25 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. વધુમાં, શંકાસ્પદ વ્યક્તિએ ફરિયાદીને તેના Google Pay UPI ને SBI અને HDFC એકાઉન્ટના CRED સાથે લિંક કરવા કહ્યું હતું. ત્યારબાદ ફરિયાદીના ખાતામાંથી અલગ-અલગ સમયાંતરે રૂપિયા 3,26,000 ડેબિટ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી ગોવિંદા કુમાર અને અનૂપ કુમાર તિવારી માસ્ટરમાઇન્ડ છે.

(9:20 pm IST)