Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીનો દબદબો ચૈતર વસાવાનો વિજ્ય

નર્મદા જીલ્લામાં કોઈ પણ વિધાનસભા બેઠક ઉપર 1 લાખથી વધુ મત અને મેળવનાર પ્રથમ ઉમેદવાર તરીકે ચૈતર વસાવાએ રેકોર્ડ રચ્યો :મતગણતરીમાં પ્રથમ રાઉન્ડથી જ આમ આદમી પાર્ટીએ પોતાની બઢત અંત સુધી જાળવી રાખી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના આદિવાસી વિસ્તાર એવા ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી અમિતભાઈ શાહના ધામા છતાં ભાજપાના ઉમેદવારને વિજ્યી બનાવવામા ભાજપા નિષ્ફળ ગઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા મતગણતરીના તમામ રાઉન્ડમાં વિજ્ય તરફ પ્રયાણ કરતા નજરે પડ્યા હતા, પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવી લીધી હતી જે અંત સુધી યથાવત્ રહી હતી અને મતગણતરી પુર્ણ થતા ચૈતર વસાવાનો 39395 મતે પોતાનાં પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર હિતેશ વસાવા સામે ભવ્ય વિજય થયો હતો.

 ડેડીયાપાડાની વિધાનસભા બેઠક ઉપર કબજો મેળવવા માટે ભાજપાએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ સમગ્ર ડેડીયાપાડામાં ઍક આગવું વ્યક્તિત્વ ધરાવનાર ઉમેદવાર ચૈતર વસાવાએ ભારતિય ટ્રાઈબલ પાર્ટી સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો જેથી આમ આદમી પાર્ટી એ ચૈતર વસાવાને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. આજરોજ ડેડીયાપાડા વિધાનસભા બેઠકનું પરિણામ જાહેર થતાં ચૈતર વસાવાને 102346 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે તેઓનાં નજીકના ભાજપા ના ઉમેદવાર હિતેશ વસાવાને 62951 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર હેરમાબેન સુક્લાલ વસાવાને 12545 ભારતિય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર બહાદુર વસાવાને માત્ર 2983 મત પ્રાપ્ત થયા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનાં નજીકના હરીફ ઉમેદવાર ભાજપાના હિતેશ વસાવાને 39385 મતે પરાજય આપ્યો હતો.જેને તેઓનાં સમર્થકો એ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ફટાકડા ફોડી ડીજે નાંતાલે વધાવ્યો હતો.
   અત્રે ઉલ્લેખનીય છેકે નર્મદા જીલ્લામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા બેઠક અને ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર આજ સુધી કોઈ પણ ઉમેદવારને 1 લાખ મત વિધાનસભાની ચુંટણીમાં પ્રાપ્ત થયાં નથી જે રેકૉર્ડ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા એ 102346 મતો મેળવી ને પ્રાપ્ત કર્યો હતો

(10:29 pm IST)