Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જીતપુરા ગામના પાટીયા પાસે ફોર વ્હિલ ગાડી દુકાનમાં ઘૂસાડી એકને ઇજા કર્યા બાદ વાહનોને અડફ્ટમાં લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતપુરા ગામ પાસે પુરપાટ જતી ગાડી એક દુકાનમાં ઘૂસી જતા એક શખ્સને ઇજા કરી ત્યાં પાર્ક અન્ય વાહનોને પણ નુકસાન કરતા ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ અશોકભાઈ ધનાભાઈ તડવી (ઉ.વ.૩૦ )ધંધો-મજુરી (રહે, કલીમકવાણા ) ની ફરીયાદ અનુસાર તે થતા અન્ય લોકો જીતપુરા ગામના પાટીયા પાસે પોતાની શાકભાજીની દુકાન ઉપર હતા તે વખતે એક GJ-06-PB-7695 ફોર વ્હિલ ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે હંકારી લાવી તેમની દુકાનમાં ઘુસાડી લાવી ધનાભાઇને ડાબા પગે ઇજાઓ કરી ફેક્ચર કરી તથા બાજુમાં પડેલ વાહનોને નુકશાન પહોચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:01 pm IST)