Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામની જર્જરિત આંગણવાડીમાં ભયના ઓથા હેઠળ ભણતા બાળકો

જર્જરિત આંગણવાડીમાં ગામના ભૂલકાઓ ભણવા મજબૂર છે ત્યારે અચાનક જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ?

(ભરત શાહ દ્વારા)દેશના એસ્પિરેશનલ જીલ્લાઓમા. સમાવિષ્ટ નર્મદા જિલ્લો આજે પણ અનેક સમસ્યાઓથી પીડિત છે, દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે. ત્યારે ગુજરાતના નર્મદા જીલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર તો જીલ્લા માં કથડેલું છેજ પરંતુ કરોડો રૂપિયાની સરકારી ઇન્સ્ફાસ્ત્રકચરની ગ્રાંટો પણ ક્યાં પગ કરી જાય છે તે તપાસનો વિષય બન્યો છે.

 ડેડીયાપાડા તાલુકાનાં છેવાડાના અંતરીયાળ ગામ  ગારદામાં આવી એક વિકટ પરિસ્થિતિ આજે જોવા મળી હતી જેમાં ગામની આંગણવાડી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, જેના ઓટલાની તમામ પત્થરો (ટાઈલ્સ) નીકળી ગયા છે, જેમાં સાપ,વીંછી જેવા જીવજંતુ ઘૂસી જતા હોય છે, જે કોઈ બાળકને ડંખ મારે અને કોઈ જીવલેણ ઘટના સર્જાય તો જવાબદાર કોણ?? એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. અને આંગણવાડીમાં  ઓરડો  તેમજ રસોડું પણ જમીન માં બેસી ગયું છે.અને જેની છતના કોઈ ઠેકાણા નથી. જે ચોમાસા દરમિયાન આખી છત ગળી પડે છે, અને શૌચાલય પણ ખંડેર હાલતમાં બિન ઉપયોગી થઈ જવા પામ્યું છે, છતાં પણ મોતના મુખમાં બાળકોને ભણાવવા મજબૂર થવું પડ્યું છે.હાલ ત્યાં આદીવાસી બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા જોવા મળ્યા હતા. છતાં સ્થાનિક અધિકારીઓ આ બાબતને નજર અંદાજ કરતા હોય તેમ આ ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી.માટે ગ્રામજનો આ બાબતે નક્કર પગલાં લઇ આ જર્જરિત જોખમી આંગણવાડીની મરામત તાત્કાલિક થાય તેબી માંગ કરી રહ્યા છે.

(10:59 pm IST)