Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજ્યની સરકારી કોલેજોમાં વિવિધ ૫ વિષયોમાં કુલ ૧૩૬ મદદનીશ પ્રાધ્યાપકોને નવી નિમણૂક આપતા હુકમો કરાયા

GPSC દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શિક્ષણ વિભાગને કરેલ ભલામણ અન્વયે નિમણુંક : તજજ્ઞ મદદનીશ પ્રાધ્યાપકો મળશે સાથો સાથ લાયક ઉમેદવારોને સરકારી નોકરી મળશે : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

અમદાવાદ :  GPSC દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી શિક્ષણ વિભાગને કરેલ ભલામણ અન્વયે ઉચ્ચ શિક્ષણ દ્વારા આજરોજ રાજ્યની સરકારી કોલેજોમાં અંગ્રેજી, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર એમ વિવિધ ૫ વિષયોમાં કુલ ૧૩૬ મદદનીશ પ્રાધ્યાપકોને નવી નિમણૂક આપતા હુકમો કરવામાં આવેલ છે. આ નિમણુંકોથી વિદ્યાર્થીઓને આ તજજ્ઞ મદદનીશ પ્રાધ્યાપકો મળશે સાથો સાથ લાયક ઉમેદવારોને સરકારી નોકરી મળશે

(9:51 pm IST)