Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા અને વિરમગામ શહેર ભાજપ કારોબારી બેઠક યોજાઇ

ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે વિરમગામ શહેર તથા ડુમાણા ખાતે વિરમગામ તાલુકાની બેઠક યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા અને વિરમગામ શહેરની કારોબારી બેઠક યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે વિરમગામ શહેર ભાજપ અને ડુમાણા ખાતે વિરમગામ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. માંડલ અને દેત્રોજ તાલુકામાં પણ કારોબારી બેઠકનું  ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા આયોજિત કારોબારી બેઠકમાં સંગઠનના પ્રમુખ મહામંત્રી પૂર્વ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(8:52 pm IST)