Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ભિલોડામાં મહિલા શિક્ષિકાના ખાતામાંથી 87 હજારની ઉઠાંતરી થતા ચકચાર મચી જવા પામ્યો

ભિલોડા: તાલુકાના એક મહિલા શિક્ષિકા આઈસીઆઈસી બેંકનું ક્રેડીટ કાર્ડ ધરાવતા હતા.અને આ ક્રેડીટ કાર્ડમાં પૈસા જમા કરાવવાના હોવાથી  કસ્ટમર કેર નો સંપર્ક  સાધતાં એક અન્ય મોબાઈલ નંબરથી ફોન આવતાં અને તેમા જણાવ્યા મુજબ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરી મળેલી સુચનામાં જણાવ્યા મુજબ કાર્યવાહી કરતાં આ મહિલાના એકાઉન્ટમાંથી દોઢ કલાકના ગાળામાં રૂ.૮૭,૯૧૭ ફટાફટ ઉપડી ગયા હતા. આ મહિલાને છેતરી છેતરપીંડીનો ભોગ બનાવનાર મોબાઈલ ફોનના નંબર ધારક સામે ગુનો નોંધી ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 ભિલોડાની અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને તાલુકાની એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકાને પોતાના આઈસીઆઈસી બેંકના ક્રેડીટ કાર્ડમાં પૈસા ભરવાના હોઈ તેઓએ કસ્ટકર કેર નંબરે ફોન કર્યો હતો. પરંતુ કોઈ એ આ ફોન રીસીવ કર્યો ન હતો.પરંતુ થોડીકવારમાં જ આ મહિલાના મોબાઈલ ઉપર સામેથી અન્ય મોબાઈલથી ફોન આવ્યો હતો.અને કામ અંગે પુછતાં આ મહિલાએ આઈસીઆઈસી ક્રેડીટ કાર્ડમાં લીમીટ વધારવાની હોવાનું જણાવ્યું હતું.સામેથી ફોન કરનાર હિન્દી ભાષી શખ્સે આ મહિલાને મોબાઈલમાં એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને પોતે જણાવે તેટલી વિગતો ભરવા જણાવ્યું હતું.

 

(5:20 pm IST)