Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં 30થી વધુ દબાણો હટાવવામાં આવ્યા

હિંમતનગર: તાલુકાના મોતીપુરા વિસ્તારનાવ સલાટવાસમાં ૩૦થી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. સરકારી જમીન પર ૭૦ વર્ષથી સલાટવાસમાં લોકો વસવાટ કરતા હતા. આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. હિંમતનગરના સીટી સર્વે વિસ્તારના નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નં.૬ના મોતીપુરા વિસ્તારના કવિ ઉમાશંકર જોષી ઓવરબ્રીજને છેડે આવેલી સરકારી જમીનમાં સલાટવાસ નામના વિસ્તારમાં છેલ્લા ૭૦ વર્ષથી રહેતા લોકો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામના ભાગરૂપે કાચા અને પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા. જે અન્વયે પ્રાંત કચેરી દ્વારા રેકર્ડના આધારે સ્થળ ઉપર માપણી કામગીરી કર્યા બાદ સરકારી ખુલ્લી જમીનમાં અલગ અલગ ઈસમોએ દબાણ કર્યુ હોવાનુ માલુમ પડતા પ્રાંત કચેરી દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ મુજબ થતી કાર્યવાહીના ભાગરૂપે વખતો વખત સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી રહેતા દબાણ કર્તાઓને તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવી હતી. જેમાં અગાઉ ૧૭ દબાણ કર્તાઓને પ્રાંત કચેરી દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. જ

(5:15 pm IST)