Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કેળા અને શાકની ખેતીથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ખેડૂત

એન્જિનિયર દીક્ષિત પટેલે શરૂ કરી પ્રાકૃતિક ખેતી

 અમદાવાદઃ સમય સાથે ખેતીના ક્ષેત્રમાં શિક્ષિત ખેડૂતોના સહભાગિતાથી ખેડૂત પ્રત્યે લોકોના વિચારમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. સાથે જ યુવા ખેડૂત ટેક્નિકલ અને પ્રાકૃતિક ખેતીના સહારે પોતાના આર્થિક પક્ષને મજબૂત કરી રહ્યા છે.સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તેટશીલના સગરામપુરા કંપા નિવાસી યુવા ખેડૂત દિક્ષિત પટેલે પ્રાકૃતિક ખેતીને અપનાવી લાખો રૂપિયાની કમાણી કરતા ક્ષેત્રના અન્ય ખેડૂતો માટે ઉદાહરણ આપ્યું છે. એન્જિનિયરિંગના અભ્યાસ કર્યા બાદ દિક્ષિત પટેલ પ્રાકૃતિક ખેતીની મદદથી કેળા તેમજ બીજા અન્ય પાકોની ખેતી કરી રહ્યા છે. તેમનું માનવું છે કે,  પ્રાકૃતિક ખેતી જ દરેક સમસ્યાનું સમાધાન છે અને સ્વસ્થ જીવનનો માર્ગ છે.

પીએમ મોદીથી પ્રેરિત થઈ શરૂ કરી ખેતી

યુવા ખેડૂત દીક્ષિત પટેલે કહ્યું કે તેમના પિતા વ્યવસાયે ખેડૂત છે. તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી શહેરમાં એક વ્યવસાય શરૂ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત રાજીવ દીક્ષિતના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ભાષણ સાંભળીને ઘણા પ્રભાવિત થયા હતા. કૃષિ સાહિત્યનો  ઓનલાઈન અભ્યાસ અભ્યાસ કર્યા બાદ વર્ષ ૨૦૧૫માં ત્રણ દિવસીય કાર્યશાળામાં સામેલ થયા અને તે બાદ ૨૦૧૬થી સમગ્ર રીતે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા.

ખેતી દ્વારા ૧૯ લાખ રૂપિયાથી વધુની કરી કમાણી

દીક્ષિત પટેલ અઢી એકર જમીન પર કેળાની ખેતી કરી રહ્યા છે. લગભગ ૩ હજારથી વધુ કેળાના ઝાડથી ઓછામાં ઓછા ૧૬ કિલો કેળાનું ઉત્પાદન થાય છે. આ સાથે જ ખાદ્ય તરીકે પોતાના ખેતરમાં ગાયનું છાણ, ગૌમુત્ર, પ્રાકૃતિક પદાર્થોનો ઉપયોગ કરે છે.લગભગ દરેક સીઝન ૨૦ મેટ્રીક ટન કેળાનું ઉત્પાદન થાય છે. થોક બજારમાં ૪૦થી ૪૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાણ થાય છે. તેમના અનુસાર, કેળાની ખેતીથી અઢી એકર જમીન પર શાક, આદુ, મેથી, લસણ, ડૂંગળી વગેરેની સાથે સાથે પપૈયું, તરબુચ વગેરે ફળોની ખેતી કરી રહ્યા છે. કેળા અને શાકથી વર્ષમાં ૧૮ લાખથી ૨૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. જે એન્જિનિયરિંગ નોકરીથી સંભવ નથી.

૨૫ હજાર ખેડૂતોને આપ્યું પ્રશિક્ષણ

તેઓ વર્તમાનમાં પ્રાકૃતિક ખેતા દ્વવારરા કેળા અને અન્ય પાકની ખેતી તો કરી રહ્યા છે, સાથે જઅન્ય ખેડૂતોને કાર્યશાળાઓના માધ્યમથી પ્રશિક્ષણ આપવાનું કામ પણ કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધી રાજ્યના ૨૫ હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડી પ્રશિક્ષણ આપી ચૂક્યા છે.  

(2:32 pm IST)