Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અમદાવાદના રિલીફ સિનેમા કોમ્પલેક્ષ નજીક સામસામે ફાયરિંગ થયુ:2થી 3 રાઉન્ડ ફાયરિંગ

ટુ વ્હીલર પર આવેલા 4 શખ્સોએ પહેલા હુમલો કર્યો બાદમાં વળતાં જવાબમાં મયુદ્દિન નામના શખ્સે પણ સામે ગોળી ધરબી: સમગ્ર વિસ્તારમાં દોડધામ : DCP, ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. રિલીફ સિનેમા કોમ્પલેક્ષ નજીક સામસામે ગોળીબાર થતાં દોડધામ મચી હતી. 2થી 3 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું અનુમાન છે. DCP, ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

સાંજના સુમારે રિલીફ સિનેમા કોમ્પલેક્ષ નજીક મયુદ્દિન પર ફાયરિંગ કરતા સામે પણ 2 રાઉન્ડ ફાયરિંગ થયા હતા. ટુ વ્હીલર પર આવેલા 4 શખ્સોએ પહેલા હુમલો કર્યો હતો બાદમાં વળતાં જવાબમાં મયુદ્દિન નામના શખ્સે પણ સામે ગોળી ધરબી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી પણ ખુલ્લેઆમ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. લોકો ડરના ઓથાર હેઠળ ઘટનાને વાગોળી રહ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલ રીગ રોડ પાસે આવેલ  વાત્સલ્ય હાઈટ માં રહેતા ઈશ્વર ઠાકોર નામનો યુવાન તેના પરિવારજનો સાથે રહે છે તેઓ તેમના ફ્લેટ માં સામાજિક પ્રસંગ હોવાથી તેઓ પાર્કિંગ એરિયા માં સફાઈ કામ કરાવી રહ્યા હતા એ દરમ્યાન પ્રદીપ રાજપૂત દ્વારા પાન ના ગલ્લા પાસે ઈશ્વર ઠાકોરને પાંચ મિનિટ માટે વાતચીત અર્થે બોલાવ્યો હતો એ દરમ્યાન  પ્રદીપ રાજપૂતે ઈશ્વર ઠાકોર  પાન ના ગલ્લે આવતાની સાથે જ તેની પર સીધું જ ફાયરિંગ કર્યું હતું  યુવક પર પોઇન્ટ બ્લેનકનરેજ થઈ ગોળી માથામાં વાગતા તેને ગંભીર ઇજા થઇ હતી. જયારે બીજી તરફ પ્રદીપ રાજપૂત અને તેના સાગરીતો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

(10:34 pm IST)