Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્લ્ડ એક્સ્પોમાં UAEના મંત્રી નહ્યાન બિન મબારક અલ સાથે બેઠક

રોડ શો અને ઉદ્યોગ સાહસીઓને સહભાગીતા માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી બે દિવસના પ્રવાસે UAE પહોચ્યાં

અમદાવાદ :વાઈબ્રન્ટ ગુજરાત 2022ને ઉજવવા ગુજરાત સરકાર તત્પર છે. વૈશ્વિક મૂડી રોકાણ અને ગુજરાતમાં વિપુલ ઔધોગિક અને રોજગારીની તકો સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ  મોદીની દૂરંદેશીએ ગુજરાતને વૈશિક ફલક પર મુખ્યું. અને ઉધોગ સાહસીઓ રાજ્ય સરકારની સકારાત્મક પહેલથી આકર્ષાઈ ગુજરાત તરફ વળ્યા. જાન્યુઆરીમાં 10 થી 12 દરમિયાન યોજાનારા વાઈબ્રન્ટ સમિટનાં 10 માં મણકામાં UAEનાં ઉદ્ઘ્યોગ સાહસીઓને સહભાગીતા માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ બે દિવસના પ્રવાસે UAE પહોચ્યાં હતા. 

મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે.  મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસનો પ્રારંભ દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની  મુલાકાતથી કરવાના છે.ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ યુ.એ.ઇ ના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજશે.આ ઉપરાંત મુખ્યમંત્રી યુ.એ.ઇ ના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ  થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક યોજશે.

(8:41 pm IST)