Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અમદાવાદ-સુરતમાં કોરોનાનો વધતો કહેર : અમદાવાદમાં 25 કેસ સહીત રાજ્યમાં નવા 67 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 22 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 10.095 :કુલ 8.17.361 લોકોએ કોરોનાને મ્હાત કર્યો :આજે વધુ 3.35.822 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 25 કેસ, સુરતમાં 15 કેસ, વડોદરામાં 8 કેસ, જામનગરમાં 7 કેસ, બનાસકાંઠા અને વલસાડમાં 3-3 કેસ, કચ્છ, નવસારી અને તાપીમાં 2-2 કેસ નોંધાયા: હાલમાં 417 એક્ટિવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

   અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 67 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 22 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 67 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 22 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.17.361દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.095 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.35.822 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8.38.62.280 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 417 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 લોકો વેન્ટિલેટર પર અને 409 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.17.361 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.095 થયો છે

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 67 કેસમાં અમદાવાદમાં 25 કેસ, સુરતમાં 15 કેસ, વડોદરામાં 8 કેસ, જામનગરમાં 7 કેસ, બનાસકાંઠા અને વલસાડમાં 3-3 કેસ, કચ્છ, નવસારી અને તાપીમાં 2-2 કેસ નોંધાયા છે

(9:41 am IST)