Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સાંતલપુર પંથકમાં પાક સહાયની રકમ વધારાની માંગ : ખેડૂતોના ધરણા -પ્રદર્શન :અચોક્કસ મુદતના ઉપવાસ

72 ગામના ખેડૂતો અને સરપંચોએ ધરણા કરી અન્નજળનો ત્યાગ કર્યો

 

પાટણસાંતલપુર તાલુકામાં પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે સરકાર  4 હજારની સહાય સામે 6800ની સહાયની જાહેરાત નહિ કરવામાં આવે ત્યાં સુધી 72 ગામના ખેડૂતો અને સરપંચોએ ધરણા કરી અન્નજળનો ત્યાગ કરી અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ કર્યું છે

 પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકામાં ચાલુ સાલે ભારે વરસાદથી અને પાછોતરો કમોસમી વરસાદ પડતાં ખરીફ સીઝનના ઉભા પાકોને વ્યાપક નુકશાન ગયું છે. હજારો એકરમાં વાવેતર કરેલા એરંડા જુવાર બાજરો અને કઠોળ સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે, ત્યારે પાક નિષ્ફળ બાબતે ખેડૂતોને માત્ર 4 હજારની સહાયની જાહેરાત તેમજ વીમા કંપની દ્વારા પાક વીમાનું વળતર ના આપતા નારાજ થયેલા સાંતલપુર તાલુકાના 72 ગામોના ખેડૂતો અને 30 જેટલા સરપંચો એકઠા થઇ સાંતલપુરની વારાહી સ્થિત મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાક નિષ્ફળની સહાયમાં 4 હજારની જગ્યાએ 6800 ની જાહેરાત નહિ કરે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતર્યા છે.

(11:43 pm IST)