Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સુરતમાં લગ્નપ્રસંગમાં આવેલા મુંબઈના હીરા વેપારીનું અપહરણ કરવાનો પ્રયાસ : નવ આરોપીઓની ધરપકડ

આરોપીઓ ત્રણ ગાડી ભરીને ભવનગરથી સુરત આવ્યા હતા : રૂપિયાની લેતીદેતીમાં અપહરણની કોશિશ

 

સુરતમાં લગ્નપ્રસંગમાં આવેલ મુંબઈના હીરાના વેપારીનું અપહરણ કરવાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી

 જાણવા મળ્યા મુજબ  હીરા વેપારી મહેશ નવડીયા સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ત્યારે મુંબઈથી આવેલા વેપારી સાથે રૂપિયાની લેતી દેતિમાં અપહરણ કરવાની કોશિશ કરવામાં આવી છે. 6 થી 7 શખ્શો ત્રણ ગાડીઓ ભરીને ભાવનગરથી સુરત આવ્યા હતા

  અંગેની ફરિયાદ વેપારીએ પોલીસને કરતા પોલીસે 9 લોકોની ધરપકડ કરી લીધી છે. શખ્શો મુંબઈના હીરાના વેપારીનું અપહરણ કરવા આવ્યા હતા. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:08 pm IST)