Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ઊંઝાની સીમમાં જુગારની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી ૯ વ્યક્તિની કરી ધરપકડ

મહેસાણા: ઊંઝાની સીમમાં આવેલા એક ખેતરમાં જુગારની પ્રવૃતિઓની મળેલી બાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. અહીંથી જુગાર રમી રહેલા ૯ વ્યક્તિની ધરપકડ કરી હતી.જ્યારે ચાર આરોપીઓ ભાગી છુટયા હતા. આ સ્થળેથી રૃ.૨૫૬૫૦ની મત્તા કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા જિલ્લામાં વકરેલી જુગાર અને દારૃની પ્રવૃતિઓ ડામવા પોલીસ અધિક્ષક મનિષસિંહે કરેલ સુચના અન્વયે એલસીબીના પીએસઆઇ આર.કે.પટેલ સહિતનો સ્ટાફ ઊંઝા પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહને બાતમી મળેલ કે ઊંઝાની સીમમાં દેસાઇ લઘધીરભાઇના ખેતરમાં હર્ષલ પટેલ, રેવુજી ઠાકોર અને સલીમ પઠાણ બહારથી માણસો બોલાવી જુગાર રમાડવાની પ્રવૃતિ આચરી રહ્યા છે. તેના આધારે એલસીબીની ટીમે આ સ્થળે ઓચિંતી રેડ કરી હતી. અહીં જુગાર રમી રહેલા ભરત પટેલ, અરવિંદ પટેલ, વિક્રમ રાવળ, હબીબ પઠાણ સહિત નવ આરોપીઓ ઝડપાઇ ગયા હતા. જો કે જુગાર રમાડનાર ચાર વ્યક્તિઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ સ્થળેથી જુગાર રમવાના સાહિત્ય સહિત કુલ રૃ.૨૫૬૫૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે

(5:34 pm IST)