Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સુરત: ઘર આંગણમાં રમતા ત્રણ બાળકો ગમ થતા ચકચાર

સુરત: ઉધના વિસ્તારમાં રવિવારના બપોરે ઘરના આંગણે રમતા-રમતા ત્રણ બાળકો ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ બાળકોના મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસી કેમેરાના ફૂટેજ જોઈ તપાસ હાથ ધરી છે.ઉધના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા 12 વર્ષનો મનીષ કુમાડીયા, છ વર્ષનો રામકિશન રાય અને સાત વર્ષનો સત્યમ રામકિશન પોતાના ઘર નજીક રમી રહ્યા હતા. રમતા-રમતા બાળકો ગાયત્રી નગર સોસાયટીની બહાર નીકળી ગયા હતા. મોડે સુધી બાળકો ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૃ કરી દીધી હતી. પરંતું બાળકો નહીં મળતા પરિવારજનો બેબાકળા બની ગયા હતા. બપોરથી મોડી રાત સુધી પરિવારજનોએ બાળકોની શોધખોળ કરી છતાં બાળકો મળ્યા ન હતા. ત્યાર બાદ પરિવારજનોએ ઉધના પોલીસ મથકમાં બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી, જેમાં આ ત્રણેય બાળકો ઉધના પોલીસ મથકથી આગળ બ્રિજ તરફ જોતા નજરે પડયા હતા.પોલીસે અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ સાથે બાળકો શોધવાની કામગીરી હાથ ધરી છે.

(5:32 pm IST)