Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વડોદરાના કલાલી રોડ પર આવેલી સોસાયટીમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો 1.10 લાખનો માલસામાન લઈને રફુચક્કર

વડોદરા: કલાલી ચાપડ રોડ પર આવેલી ધી અલ્ટીમા સોસાયટીમાં રહેતો પરિવાર મકાનના ઉપરના માળે સૂઇ ગયો હતો. તે દરમિયાન ચોર ટોળકી ઘરમાંથી ૧.૧૧ લાખની મત્તા ચોરી ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે, કલાલી ચાપડ રોડ પર આવેલી  ધી અલ્ટીમા સોસાયટીમાં રહેતા આશિષ મહેશભાઇ પટેલ ચાપડ ગામમાં કોમન સર્વિસ સેન્ટર ચલાવે છે. તેમના પિતા રેલવેમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગતરાત્રે મકાનના મેઇન દરવાજાનું ઇન્ટરલોક મારીને તેઓ પરિવાર સાથે ઉપરના માળે સૂઇ ગયા હતા. રાત્રે ત્રણ વાગ્યે રૃમના દરવાજાનો અવાજ થતા આશિષ પટેલ જાગી ગયા હતા. દરવાજો ખોલીને જોયુ તો કોઇ ન હતું. પરંતુ દગ્રાઉન્ડ ફલોરની રૃમમાં લાઇટો ચાલુ હતી અને  ઇન્ટરલોક તૂટેલું હતું. મકાનના બેડરૃમમાં તપાસ કરતા સોનાના ચાર તોલાના દાગીના ચાંદીના બે સિક્કા અને રોકડા ચાર હજાર રૃપિયાની ચોરી થઇ હોવાનું જણાયુ હતું. જે અંગે આશિષ પટેલે માંજલપુર પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. 

(5:29 pm IST)