Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પતંગ ઉડાડવાની બાબતે પેટલાદના તાઈવાડામાં બે પરિવારો બાખડ્યા

પેટલાદ:  શહેરના તાઈવાડામાં ગઈકાલે સાંજના સુમારે પતંગ ઉડાડવાની બાબતે નાના છોકરાઓમાં થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ એકને ગડદાપાટુનો તેમજ બાવળાના ભાગે ખંજર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી મકસુદમીંયા મનુમીંયા શેખના પુત્ર સાહિલ સાથે ગઈકાલે સાંજના સુમારે ફળિયામાં જ રહેતા આરીફમીંયા હસનમીંયા શેખના પુત્ર સાથે ઝઘડો થતાં મકસુદમીંયાએ ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખીને આરીફમીંયા, ફિરોજમીંયા, સાજીદમંીંયા તેમજ યાસ્મીનાબાનુ આરીફમીંયાએ ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલી પહેલાં તો મકસુદમીંયાને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આરીફમીંયા ઘરમાંથી ખંજર લઈ આવ્યો હતો અને મકસુદમીંયાને બાવળાના ભાગે મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો.

(5:29 pm IST)