Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગુજરાતમાં ફરી અલગ ભીલીસ્થાનની માંગ રીને આદિવાસીઓ દ્વારા વિધાનસભા ઘેરાવઃ છોટુ વસાવા અને મહેશ વસાવાની અટકાયત

ગાંધીનગર: ગુજરાતમાં ફરી પાછી અલગ ભીલીસ્થાનની માગણી પ્રબળ બની. દેડીયાપાડા બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ વિધાનસભાના પ્રથમ દિવસે આદિવાસીઓ સાથે થયેલા અન્યાયના મુદ્દે ભીલીસ્તાન પ્રદેશની માંગણી ફરી પાછી કરી. ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનથી આદિવાસીઓ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જો કે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી.

બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે પ્રકારે રાજ્ય સરકારે શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લીધો છે તે આદિવાસી વિસ્તારો માટે અયોગ્ય છે. એક તરફ એક મતદાર માટે અલગ બુથ ઊભું કરવાની વ્યવસ્થા ચૂંટણીપંચ કરતું હોય છે ક્યારે એક વિદ્યાર્થી માટે એક શાળા કેમ કરવી પડે. તે કરવી જોઈએ. બિન સચિવાલયની પરીક્ષામાં આટલી મોટી ગેરરીતિઓ થઈ હોવા છતાં પરીક્ષા રદ્દ નથી કરવામાં આવતી તેવા તમામ પ્રશ્નોને લઈને આદિવાસીઓ વિધાનસભાનો આજે ઘેરાવો કરવાનો કાર્યક્રમ હતો .

આદિવાસી નેતા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાની આજે પોલીસે અટકાયત કરી.મહેશ વસાવાને રેલીની પરમીટ મળતા તેમણે સમર્થકો સાથે MLA ક્વાટર્સમાં સુત્રોચ્ચારો ભીલીસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા. ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું પણ માંગ્યુ. તેમણે કહ્યું કે આદિવાસીઓને અભણ રાખવા માંગે છે. પહેલા પાણી પડાવ્યુ, જમીન પડાવી, પછી ડુંગરા લઇ લીધા. રોજગાર પણ છિનવ્યો અને હવે મારા ઝઘડિયામા 47 સ્કૂલો બંધ કરવા બેઠી છે. તેમણે કહ્યું કે ભારતના બંધારણે આદિવાસી માટે અલગ બજેટ ફાળવવાની જોગવાઇ કરી છે. બજેટ વપરાતું નથી છતાંય પૈસા હોવાનુ કહી સ્કૂલો બંધ કરે છે. ભાજપની સરકાર અમારા છોકરાઓને કાયમ મજૂર રાખવા માંગે છે.

(5:24 pm IST)