Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજકોટમાં દારૂબંધી નથી? બે વર્ષમાં વિદેશીની ર,૧૯,ર૯૭ બોટલો ઝડપાઇ

ર૭ હજાર લીટર દેશી પકડાયોઃ વિધાનસભામાં લલિત વસોયાને જવાબ

 ગાંધીનગર, તા., ૯: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્ય લલીત વસોયાએ દારૂબંધી અંગે ઉઠાવેલા  પ્રશ્નના જવાબમાં સરકારે આપેલા આ આંકડાઓ ચોંકાવનારા છે. રાજયમાં સતાવાર રીતે દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દારૂની રેલમછેલ થઇ રહી હોવાનું આંકડાઓ માનવા પ્રેરે છે.

સરકારે આપેલા જવાબ મુજબ તા.૧ નવેમ્બર-ર૦૧૭ થી ૩૧ ઓકટોબર ર૦૧૯ સુધીમાં બે વર્ષમાં રાજકોટ શહેરમાં દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં પકડાયો છે. પ્રથમ વર્ષે ૧૦૦૧૦ લીટર દેશીદારૂ પકડાયેલ. ૬૮૯૧ બોટલ  બીયર અને વિદેશી દારૂની ૮૭૯૮૬ બોટલો પકડાયેલ. બીજા વર્ષમાં  ૧૬૯૩પ લીટર દેશી દારૂ, ૧૮૮૪ બોટલ બીયર અને ૧,૩૧,૩૧૧ બોટલ વિદેશી દારૂની ઝડપાઇ હતી. આજ સમય ગાળા દરમિયાન ૭૦ કિલોથી વધુ ગાંજો, ૯૬૦ ગ્રામ અફીણ પકડાયું હતું.

(4:11 pm IST)