Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મહેસુલ કર્મચારીઓની માંગણી આ રહ્યા એ ૧૭ મુદ્દાઃ એક પણ મુદ્દાથી સરકારને આર્થિક નુકશાન નથી

(૧) રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા.

(ર) સરકારશ્રીના તા. ર૧/૦પ/ર૦૧૮ના હુકમથી કલાર્ક સંવર્ગના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે. જેથી આવા કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મુકવા બાબત.

(૩) વર્ષ ર૦૧પ-૧૬ ના વર્ષમાં એલ.આર.કયું. પાસ કરેલ કારકુન પૈકી ર૬ કારકુનોને પ્રમોશન આપવામાં આવેલ જેમાં ૯ કારકુન સામે ખાતાકીય તપાસ તથા એ.સી.બી. થયેલ હોઇ તેઓને બાદ કરતા બાકી રહેતા ર૬ કારકુનને નામ. મામ.નું પ્રમોશન આપવા અંગે.

(૪) ના. મામ.થી મામલતદારની સીનીયોરીટી યાદી તૈયાર કરવા બાત.

(પ) નાણા વિભાગના તા. ૧૮/૦૧/૧૭ના ફીકસ પગાર સેવા પ્રર્વતતાના હેતુ માટે ગણવાના થયેલ ઠરાવથી આ ઠરાવ પહેલા વર્ષ ર૦૦૯ ની બેચના કલાર્ક સંવર્ગના કર્મચારીઓ બાબતે જિલા ફેર બદલીના કિસ્સામાં અન્યાયી વિસંગતતા પરિસ્થિતિ ઉપર સ્થાને રાખવામાં આવે અથવા રાજય કક્ષાએ બઢતીની કાર્યવાહી થતી હોઇ તેઓને મૂળ તારીખથી મેરીટ મુજબ પ્રવર્તતામાં સ્થાન આપવામાં આવે અથવા તેઓને તેમના મુળ જિલ્લામાં મુળ પ્રવર્તતાના લાભ સાથે પરત કરવામાં આવે.

(૬) કલાર્ક કેડરનાં કર્મચારીને તાત્કાલિક ધોરણે નાયબ મામલતદારનાં પ્રમોશન આપવા બાબત.

(૭) કલાર્ક સંવર્ગનાં કર્મચારીને પ્રમોશન આપતા જે તે જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ હોય તો તે જ જિલ્લામાં સમાવેશ કરવા તથા કલાર્ક તથા નાયબ મામલતદાર કે જેઓની ફેરબદલીની માંગણી હોય તો માંગણી મુજબનાં જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ હોય તો તે જિલ્લામાં ફાળવવા.

(૮) મહેસુલી કર્મચારીઓની નવી ભરતી કે પ્રમોશન પહેલાં કલાર્ક/નાયબ મામલતદારને જિલ્લા ફેરબદલીનાં કેમ્પનું આયોજન કરવા બાબત.

(૯) નાયબ મામલતદારથી મામલતદાર પ્રમોશન ૧૧૪૦ સુધીના આપવામાં આવેલ છે. હાલમાં પ૦ જેટલી જગ્યાઓ ખાલી હોઇ તેમજ સને ર૦૧૯-ર૦ મા નિવૃત થતા સીનીયોરીટી ૧૧૪૦ થી ૧૩૦૦ સુધીના નાયબ મામલતદારના સી.આર. મંગાવી કઢતી આપવા બાબત.

(૧૦) પુર્વ સેવાની પરીક્ષા નિયત તકમાં પાસ ન કરેલ હોઇ ત્યારબાદ કૃપાતકથી ચોથી તકમાં પાસ કરેલ કારકુનોને ત્રીજી તરફથી કૃપાતક સુધીનો સમયગાળો બીનપગારી રજા ગોણી અગાઉ બજાવેલ ફરજનો સમયગાળો નોકરીમાં નિયમીત કરી સિનીયોરીટીમાં યોગ્ય સ્થાન ગણવા બાબત.

(૧૧) સી.સી.સી.ની પરીક્ષા નિયત સમયમાં પાસ ન કરેલ હોઇ જયારે પરીક્ષા પાસ કરે ત્યારે નોકરીના બે વર્ષ બાદ પાસ કર્યાની તારીખ સુધીનો સમયગાળો બીનપગારી રજા ગણી અગાઉ બજાવેલ ફરજનો સમયગાળો નોકરીમાં નિયમીત કરી સિનીયોરીટીમાં યોગ્ય સ્થાને ગણવા બાબત.

(૧ર) કલાર્ક સંવર્ગમાંથી નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા બાબતની માંગણી ઘણા સમયથી પડતર છે. જેનો સરકારશ્રી કક્ષાએથી નિર્ણય લેવામાં આવતો નથી સાથોસાથ સરકારશ્રી દ્વારા પ્રમોશન બાબતે ૧:૧નો રેશીયો નકકી કરેલ છે તે બાબતે પણ જિલ્લા કક્ષાએ રજુઆતો મળેલ છે. જેથી કલાર્ક/રેવન્યુ તલાટીના નાયબ મામલતદારના પ્રમોશન બાબતે નકકી થયેલ રેશીયાની પ્રથા રદ કરી કલાર્ક કેડરના કર્મચારીને તાત્કાલીક ધોરણે પ્રમોશન આપવા બાબત.

(૧૩) નાયબ મામલતદારથી મામલતદારની સીનીયોરીટી યાદી તૈયાર કરવા માટેનો મુદ્દો લેવામાં આવેલ છે. સરકારશ્રી કક્ષાએ તમામ વિભાગના કર્મચારીઓની સીનીયોરીટી યાદી ડેટ ઓફ એપોઇન્ટમેન્ટથી તૈયાર કરવામાં આવે છે. જયારે નાયબ મામલતદારની સીનીયોરીટી યાદી ડેટ ઓફ પ્રમોશનની તારીખ ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે. જેના કારણોસર જે જિલ્લા નવીન અસ્તિત્વમાં આવેલ તે જિલ્લામાં નાયબ મામલતદારના પ્રમોશન ઝડપી મળેલ છે. જયારે જે જિલ્લાનું વિભાજન થયેલ નથી તે જિલ્લામાં પ્રમોશનો મોડા મળતાં સીનીયર કર્મચારીને ડેટ ઓફ પ્રમોશન ધ્યાને લેતાં સીનીયોરીટીમાં નુકશાન થયેલ છે. જેથી ડેટ પ્રમોશનના બદલે ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ ધ્યાને લઇ સીનીયોરીટી તૈયાર કરવામાં આવે.

(૧૪) જે તે તારીખથી સીનીયર કર્મચારીને જુનીયર કર્મચારીને મળતાં પગાર ધોરણમાં ગોઠવી સ્ટેપિંગ અપનો લાભ આપવો જોઇએ જેથી સીનીયર કર્મચારીના પગાર ધોરણમાં વિસંગતતા રહે નહીં. વધુમાં વહેલાં નાયબ મામલતદારનું પ્રમોશન મળવાના કારણે હાલની મામલતદારની સીનીયોરીટીની યાદીમાં તેવા જુનીયર કર્મચારી અગ્રતાક્રમે ગોઠવેલ છે. આમ, સીનીયર કર્મચારીને પગાર ધોરણ તથા સીનીયોરીટી યાદી એમ બેવડો અન્યાય થાય છે. આ બાબતે સરકારશ્રી કક્ષાએ યોગ્ય કરવા સારૃં.

(૧પ) તા. ૧૮/૧/૧૭ના ઠરાવથી પ-વર્ષની ફીકસ પગારની નોકરી ગણવા નિર્ણય થયેલ છે. પરંતુ તેના ઇજાફા આપવામાં આવેલ નથી. જેથી ફીકસ પગારમાં નોકરી કરેલ કર્મચારીઓને પાંચ નેશનલ ઇજાફા આપવા.

(૧૬) સાતમાં પગાર પંચ મુજબ બાકી રહેલ ભથ્થા જેવા કે એચ.આર.એ. મેડીકલ ભથ્થા તાત્કાલીક અસરથી તા. ૧/૧/૧૬ ની અસરથી ચુકવવા અંગે.

(૧૭) હાઇકોર્ટમાં ફીકસ પગાર નિતિ રદ કરવા આપેલ ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં કરેલ પીટીશન પરત-ખેંચવા વિકલ્પે હાલના સમયથી ફીકસ પગારની નિતિ રદ કરવામાં આવે અને એરીયસની ચુકવણી સુપ્રિમ કોર્ટના નિર્ણયને આધિન રાખવામાં આવે.

(4:10 pm IST)