Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

આવકવેરા વિભાગના કરદાતાઓ સામેના કેસો માટે ખાસ કોર્ટ બનાવાશે

સીબીડીટી દ્વારા ર૮૦ એના કેસ સ્પેશિયલ કોર્ટમાં ચલાવવા સૂચના

અમદાવાદ, તા. ૯ : આવકવેરા વિભાગના કેસોને ચલાવવા માટે હવે સ્પેશિયલ કોર્ટ શરૂ કરવામાં આવશે. આવકવરેા વિભાગ હવે કરદાતાઓ સામે મોટા પાયેપ્રોસિકયુશન કરે તેવી શકયતા હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળે છે. આવકવેરા વિભાગની સેકશન ર૮૦ એ હેઠળ કેસ ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટ ચાલુ કરવામાં આવશે.

અત્યાર સુધી આવકવેરા અંગેના કેસ એડિશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચલાવવામાં આવતા હતા. તેના બદલે હવે બધા કેસ સ્પેશ્યિલ કોર્ટમાં ચાલે કલમ ર૮૦ એ હેઠળ રિટર્ન ન ભરવા, ટેકસ ન ભરવા, જેવા અનેક મુદ્દે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. વિભાગમાં આ માટેની પ્રોસિજર લાંબી છે કરદાતાને નોટીસ આપયા બાદ એક તક આપવામાં આવે છે. જેને કમ્પાઉન્ડીંગ કહેવામાં આવે છે. કરદાતા વધારાનો ટેકસ ભરીને માફી માંગીને પ્રોસિકયુશનથી બચી શકે છે. જુના પ્રોસિકયુશનમાં કેસોમાં કમ્પાઉન્ડીંગની તારીખ ૩૧ ડિસેમ્બર છે.

એક માત્ર અમદાવાદમાં જ પેનડીંગ રીકવરીનો આંક પાંચ હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે. જીએસટી ડીજીજીઆઇ ડીરેકટોરેટ જનરલ ઓફ ઇન્ટેલીજન્સ અને ડીઆઇઆર ડોકયુમેન્ટ ફાર્મેશશન રેકોર્ડમાં  અધિકારીઓ કરદાતાની સામે કાનુની કાર્યવાહી કરી રહયા છે.

તેમાં હવે ઇ-આવકવેરા વિભાગની ટીમ પણ જોડાઇ રહી છે. આધારભુત સુત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા પરીપત્ર કરી દેવાયો છે કે જિલ્લા ન્યાયાલયમાં આઇટીના સેકશન ર૮૦એ હેઠળના કેસ ચલાવવા માટે સ્પેશીયલ કોર્ટ બનાવવામાં આવે.

(4:09 pm IST)